નવી દિલ્હી: આજે PM મોદીએ આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટના નિર્માણ કામનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું. બે કોરિડોરવાળા આ પ્રોજેક્ટથી પર્યટકોને ફાયદો આપવમાં આવે છે. આ પ્રોજેક્ટ દ્વારા ટુરિસ્ટ સ્પોર્ટ જેમ કે તાજમહેલ, આગ્રા ફોર્ટ, સિકંદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને જોડવામાં આવશે. આગ્રાના ૧૫ બટાલિયન  PAC પરેડ મેદાનમાં ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન મોદીએ કહ્યું કે આગ્રા પાસે જૂની પુરાતન ઓળખ તો હંમેશાથી રહી છે. હવે તેમા આધુનિકતાનો નવો આયામ જોડાવવા જોડાશે. હજારો વર્ષોનો ઈતિહાસ ધરાવતો આ શહેર હવે ૨૧મી સદી સાથે તાલમેલ કરવા માટે તૈયાર બન્યું છે. આગ્રામાં સ્માર્ટ સુવિધાઓ વિક્સિત કરવા માટે પહેલેથી લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે.

આ શુભ અવસરે  મોદીએ કહ્યું કે આધુનિક સુવિધાઓ અને આધુનિક કનેક્ટિવિટી મળવાથી પશ્ચિમ યુપીનું સામર્થ્ય વધી રહ્યું છે. દેશની પહેલી રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેરઠથી દિલ્હી વચ્ચે બની રહી છે. દિલ્હી-મેરઠ વચ્ચે ૧૪ લેનનો એક્સપ્રેસ વે પણ જલદી આ ક્ષેત્રના લોકોને સેવાઓ આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના ઈન્ફ્રા સેક્ટરની એક મોટી સમસ્યા એ રહી હતી કે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત તો થતી હતી પરંતુ તેના માટે  પૈસા ક્યાંથી આવશે તેના પર બહુ ધ્યાન અપાતું નહતું. અમારી સરકારે નવા પ્રોજેક્ટ્સને શરૂ કરવાની સાથે જ તેના માટે જરૂરી ધનરાશિ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

PMએ કહ્યું કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવાની તૈયારી છે. Multi-modal Connectivity Infrastructure Master Plan ઉપર પણ કામ ચાલુ છે. દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું બનાવવા માટે સમગ્ર દુનિયામાંથી રોકાણને આકર્ષિત કરવાનો નિર્ણય કરી સાકાર કરવાનો પ્રયાસ હાલમાં થઇ રહ્યો છે.