વર્તમાન સમયમાં દિલ્હીની ભાગોળે ધામા નાખીને પડેલા ખેડૂતોનું આંદોલન હવે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચી રહ્યું છે. એકબાજુ જ્યાં પંજાબની સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખેડૂતોના સમર્થનમાં ઉતરી છે ત્યારે બોલિવૂડના મોટા માથાઓ હજુ શા માટે ચૂપ છે તેવો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે ત્યાં જ હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ ખેડૂતો માટે એક મજબૂત અવાજનું સમર્થન મળ્યાના અહેવાલો મળી રહ્યા છે.

હાલમાં અમુક બોલિવૂડના અને મોટાભાગના પંજાબી કલાકારો પણ સતત ટ્વિટ કરીને જ્યાં ખેડૂતો ને સમર્થન આપી રહ્યા છે ત્યારે દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે ખેડૂતો ના સમર્થનમાં ટ્વીટ કર્યું છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે.

પ્રકાશ રાજે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે ખેડૂતો નું કલ્યાણ કરવું એ આપણી પ્રથમ ચિંતા હોવી જોઈએ. આ સાથે પ્રકાશ રાજે કહ્યું કે નાગરિક તરીકે આપણે ખેડૂતો ની સાથે ઊભા રહેવું જોઈએ.

ખેડૂતો ને લઈને બનેલું પ્રકાશ રાજનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું છે, સાથે જ ચાહકો પણ તેની પર ટિપ્પણી કરી રહ્યા છે. પ્રકાશ રાજે પોતાના ટ્વિટમાં લખ્યું છે,”આપણાં રાજકીય જોડાણો હોવા છતાં, નાગરિક તરીકે આપણે આપણા ખેડૂતોની સાથે ઊભા રહેવું જોઈએ. તેમને પણ સાંભળવા જોઈએ. તેમની સુખાકારી આપણી પ્રથમ ચિંતા હોવી જોઈએ.” પ્રકાશ રાજની આ નિર્ણયનું જનમત મળશે એ જોવું રહ્યું