આજે વિજયભાઇ રુપાણી દ્રારા રૂ. ૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું જેમાં આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે, તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી. તેમણે રૂ ૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કુલનું પણ ઇ-ભુમિ-પુજન કર્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ યોજના દ્વારા ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોની ૫૩૭૦૦ એકર જમીનને સિંચાઇની સવલત મળશે. સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર આદિવાસી ક્ષેત્રનો સર્વાનોમુખી વિકાસ માટે રૂ.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. જેના દ્વારા આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખુલશે એવી ભવિષ્યવાણી કરી છે.

મુખ્યમંત્રીએ ગુજરાત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી એજયુકેશન ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરવાનો તેવો નિર્ધાર પણ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજ-રાજય-રાષ્ટ્રના નિર્માણમાં અનેક પડકારો ઝીલી યુવાનોને કૌશલ્યબદ્વ સક્ષમ બનાવવા છે. ગુજરાતમાં વિશ્વ સ્તરીની યુનિવર્સીટીઓ બની છે. ગુજરાતમાં ૧૦ યુનિવર્સિટીઓ હતી હવે ૭૦ યુનિર્વિસટીઓ છે.

આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રિતીબેન પટેલ, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ દરિયાબેન વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ ગામીત, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંગભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક, આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી અનુપમ આનંદ, જળસંપતિ વિભાગના સચિવ એમ. કે. જાદવ, જિલ્લા કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. કોયા, ધારાસભ્યશ્રીઓ, સિંચાઈ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, ખેડૂતો, ગ્રામજનોઓ હાજર રહ્યા હતા.