પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

     રાજ્યમાં ૧૦ નવેમ્બરે યોજાયેલી ૮ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ ૮ બેઠકો પર જીત મેળવી હતી. આ તમામ ધારાસભ્યો લાભ પાંચમ એટલે કે ૧૯ નવેમ્બરના રોજ ધારાસભ્યપદનાં શપથ લેશે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૧૧ બેઠક પર પહોંચશે. આ પેટાચૂંટણીમા વોટ શેરિંગની વાત કરીએ તો આઠ બેઠકો પર ભાજપને ૫૫ ટકા મત મળ્યા હતા.

     ગુજરાતમાં દિવાળી પહેલા યોજાયેલી આ પેટા ચુંટણીમાં ગુજરાતની ૮ બેઠકના તમામ પરિણામ ભાજપ પક્ષમાં આવ્યા હતા ભાજપનો બહુમતી વિજય થયો હતો.કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષ ભાજપનો મુકાબલો કરી શક્યો ન હતો.

    જ્યારે કોંગ્રેસને માત્ર ૩૪.૪ ટકા જ મત મળ્યા હતા. આ બેઠકો પર ૮.૪૬ ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે ૨.૧૬ ટકા મત નોટામાં પડ્યા હતા. આ ૮ ધારાસભ્યોએ શપથ લીધા બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતી અનુસાર ભાજપના ૧૧૧, કોંગ્રેસનાં ૬૫, બીટીપીનાં ૨, એનસીપીનાં ૧, અપક્ષ ૧ ધારાસભ્ય રહ્યા છે. ૧૮૨ સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠકો ખાલી પડી છે.