તાપી જિલ્લાની એક મહિલા જૂથ દ્વારા પોતીકી સહકારી બેન્ક ૧૯૯૯ બનાવી છે, જે આજે જિલ્લામાં કરોડપતિ બેન્ક તરીકે પ્રસ્થાપિત થયેલી જોવા મળે છે, જે તેના સભ્યોની બચતની સાથે જરૂરિયાતમંદ સભ્યો માટે એક સાચી અને સહયોગી સખી બની રહી છે એમ કહેવું પણ કંઇક ખોટું નથી.

    સોનગઢ તાલુકાના માંડળ ગામે આવેલ આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત સહકારી બેન્ક એક આદર્શ બેંકની સાથે કરોડપતિ બેન્ક તરીકેની છાપ ઉભી કરી રહી છે, આ બેંકનું ભંડોળ દિન પ્રતિદિન વધી કરોડો રૂપિયા થઈ ગયું છે. આ બેંકની ખાસિયત એ છે કે ખાતેદારો થી લઈને તેના કર્તા હર્તા સ્ટાફ મહિલાઓ છે.

    આ બેન્ક તેમના ખાતેદારોને સારું વ્યાજ આપવાની સાથે જરૂરિયાત સમયે લોન ધિરાણ કરી પગભર કરવા મદદરૂપ થઇ રહી છે. સાથે આ બેન્કની મહિલા સભાસદોને જરૂરિયાત સમયે લોન ધિરાણ મેળવીને પોતાના બાળકોને સારું શિક્ષણની પણ આપી રહી છે અને પોતાના કુટુંબનું જીવન ધોરણ પણ ઉપર આવ્યું છે.

    આદિવાસી મહિલા પહેલા ઘરકામ કે મજૂરી પર નિર્ભર હતી પરંતુ આ મહિલા બેન્ક થકી પોતાની બચત કરીને અહીંની આદિવસી મહિલા હવે આગળ વધી રહી છે, હજુ સુધી આ મહિલા બેન્કના ૩૪૭૦ સભાસદો છે જે સોનગઢના ૩૫ ગામોના છે અને બેંકનું ભંડોળ ૪ કરોડ થી વધુ છે. બેંકના મકાન પર હંગાતી લખેલ છે જેનો અર્થ સહેલી પણ થાય છે,

    જે ખરેખર છેલ્લા ૨૧ વર્ષથી તેમના સભ્યોની ખરી સહેલી બની છે. સંપૂર્ણ આદિવાસી મહિલાઓ સંચાલિત અને આદિવાસી મહિલા સભાસદો ધરાવતી આ સહકારી બેન્ક તેની વિશ્વસનીયતાને કારણે જિલ્લાની કરોડપતિ બેંક બની છે. કદાચ આદિવાસી મહિલાઓનું આ બેંકનું સ્થાપનનો નિર્ણય ખરેખર પ્રશંસાપાત્ર છે.