આપણા દેશમાં ઉત્સવ તરીકે ઉજવાતા દરેક મેળાઓનું અલગ માહાત્મ્ય,માન્યતા અને અલગ અલગ રીત રીવાજો ને આવરી લેવામાં આવતા હોય છે. મેળાનું નામ સંભાળીને જે લોકોના અંદર એક અલગ જ ઉત્સાહ ભરાઈ જાય છે દુર દુર થી લોકો વસ્તુઓ વહેંચવા અને ખરીદવા માટે આવે છે અને ત્યાં ફરે છે રમતો રમે છે અને મેળનો ભરપુર આંનદઉઠાવે છે આજકાલ લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેઓ મેળો અને તહેવારો પણ ઉજવવાનો સમય પણ નથી મળતો વિવિધ તહેવારો ઉજવવામાં આવતા મેળાનું ધાર્મિક મહત્વ પણ ઘણું હોય છે.

     આપણી ઘણી ગુજરતી અને હિન્દી ફિલ્મોમાં પણ તમે જોયું હશે હીરો હિરોઈની મેળામાં એકબીજાને મળે છે અને બંને વચ્ચે પ્રેમ થઇ જાય છે આવી ઘણી વાતો તમે જોઈ હશે પરંતુ ભારતમાં એક એવો મેલો ભરાઈ છે જેમાં કુંવારાઓની ઈચ્છા પૂરી થાય છે

     મેળામાં કુંવારા છોકરાઓ સજી ધજીને મેળામાં જાય છે અને તેમની પસંદની છોકરી સાથે ભાગીને લગ્ન કરે છે મધ્યપ્રદેશના ઇંદોરના આદિવાસી વિસ્તારો ઘર ઝાબુઆ અને ખારગોન જેવા ભાગોળિયામાં ભગોરિયા મેળા ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગોરિયા હાટ બજારમાં યુવક યુવતીઓ તેમના જીવનસાથીની શોધમાં દુર દુર આવે છે તેમની વચ્ચે પરસ્પર સંમતિ વ્યક્ત કરવાની રીત ખુબ જ વિશિષ્ટ છે.

   ભગોરિયા મેળામાં સૌ પ્રથમ છોકરો છોકરીને પાન ખાવા માટે આપે છે જો છોકરી પાન ખાય છે તો તેની હા માનવામાં આવે છે આ પછી ભગોરિયા છોકરા અને છોકરી ભાગી જાય છે અને બંને લગ્ન કરી લે છે. બીજો રસ્તો એ છે કે જો છોકરો છોકરીના ગળા પર ગુલાબી રંગ લગાવે છે અને તેના જવાબમાં છોકરી છોકરાના ગાલ પર ગુલાબી રંગ લગાવે છે તો તે સબંધ નિશ્ચિત માનવામાં આવે છે આ આદિવાસીઓનો ખુબ જ પ્રિય મેળો ગણવામાં આવે છે.

    આપણે જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ઝાબુઆ ધર અને પશ્ચિમ નિમારમાં હોળી નિમિત્તે ભગોરાય મેળો યોજાય છે આ મેળો ભીલ અને ભીલા આદિવાસીઓનો છે આ મેળામાં આદિવાસી પુરુષો અને સ્ત્રીઓ તેમના જીવન સાથીને પસંદ કરે છે જ્યારે છોકરા -છોકરી પરિવારને નથી મળતા ત્યારે તેણે ગુમ જાહેર કરે છે ત્યારે તેઓ જાતિ કહેવાથી પંચાયતમાં ફરિયાદ કરે છે અને અંતે પંચાયત પોતે જ આ સબંધમાં મહોર લગાવવાનો નિર્ણય કરે છે અને છોકરીનું મુલ્ય નક્કી કરે છે છોકરીઓને બદલે છોકરાઓ જે ભાવ ચૂકવે છે તેણે બાપા કહેવામાં આવે છે.