દક્ષિણ ગુજરાતમાં 3 નવેમ્બરના રોજ ૨ વિધાનસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. ગુજરાતની આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જો કે મતદાનની શરૂઆત થતાં જ કેટલાંક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ ઉઠી છે.

     ડાંગ બેઠક યોજાઇ રહેલી પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ ઉમેદવારે સૂર્યકાન્ત ગાવીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગાવીતે કહ્યું કે અમે 10 હજારથી વધુ મતથી જીતીશું. ડાંગના લોકો ઉપર ચૂંટણી થોપી દેવામાં આવી છે. ડાંગના લોકો કોંગ્રેસની સાથે હતા અને રહેશે.

સવારે મતદાન સમયે આવું પણ શું થયું..

  • કપરાડા બેઠક પર મતદાન મથક પર મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી
  • કપરાડા બેઠક પર 45 મત પડયા બાદ EVM મશીન ખોટકાયું

     આજે 3 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતની ૨ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઇને મતદાન ચાલુ થયું છે. આ બેઠકમાં ડાંગ, કપરાડા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કોવિડના નિયમો હેઠળ મતદાન થઇ રહ્યું છે. મતદાન પહેલા તમામ મતદાન કેન્દ્રો સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચૂંટણી સ્ટાફ માટે N95 માસ્ક, ડિસ્પોઝેબલ માસ્ક અને હજાર ફેસશીલ્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મતદારો માટે લાખ ગ્લવ્ઝ ચૂંટણી આયોગને સોંપ્યા છે. માસ્ક ન પહેરીને આવનારા લોકો માટે પોલીસને લાખ માસ્કનું વિતરણ કરાયું છે. કોરોના સંક્રમિત અથવા શંકાસ્પદ મતદારો માટે PPE કિટ પણ આયોગે ઉપલબ્ધ કરાવી છે.

     ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી દક્ષિણ ગુજરાતના ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ૨ બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં કપરાડાથી જિતુ ચૌધરી અને ડાંગથી મંગળ ગાવિતનું રાજીનામું આપ્યું હતું. આ ધારાસભ્યોના રાજીનામાના કારણે ૨૦ સપ્ટેમ્બરે ચૂંટણી પંચે આ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. હવે પેટા ચુંટણીમાં લોક નિર્ણયનું પરિણામ ૧૦ નવેમ્બરે જાહેર થશે.