સંદેશ ફોટોગ્રાફ્સ

   કોરોના કાળમાં યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ડાંગનુ ચૂંટણી તંત્ર સજ્જ થઇ ગયું છે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલા ચૂંટણી તંત્રે મતદાન માટેની તમામ કામગીરીઓને આખરી ઓપ આપી દીધો છે. ટીમ દ્વારા આ વખતની ચૂંટણી માટે ૩૫૭ મતદાન મથકો ઉભા કરવામા આવ્યા છે. કોરોના કાળને ધ્યાને રાખી આરોગ્ય વિભાગને સજ્જ કરવામાં આવ્યું છે.

   ખાલી પડેલી ૮ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણીડાંગ બેઠક પર ચૂંટણી તંત્ર સજ્જ થયું છે અને મત વિસ્તારની પેટા ચૂંટણીમાં ૧,૭૮,૧૫૭ મતદારો ૯ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. અને ૯ દિવસ બાદ તેમના ભાવિનો પટારો ખુલશે.

   ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલા ચૂંટણી તંત્રે મતદાન માટેની તમામ કામગીરીઓને આખરી ઓપ આપી દીધો છે. ટીમ ડાંગ દ્વારા આ વખતની ચૂંટણી માટે ૩૫૭ મતદાન મથકો ઉભા કરવામા આવ્યા છે. ૧૭૩ -ડાંગ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં ૧,૭૮,૧૫૭ મતદારો ૩ નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે.

    જીલ્લામાં આવેલા મતદાન મથકમાં પ્રવેશ પહેલા મતદારોનું તાપમાન, ઓક્સિજનની ચકાસણી કરાશે. બાદમાં ડાબા હાથની આંગળીએ અવિલોપ્ય વાદળી શાહીથી ટપકું થશે. મંગળવારે મતદાન પછીના સાતમાં દિવસે ૧૦મી નવેમ્બરે મતગણતરી થશે. કાલે લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટાવાની પ્રક્રિયામાં સામેલ થશે જેનો નિર્ણય આવનારો સમય બતાવશે.