હવે બેંકોમાં પોતાના પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ફી આપવી પડશે. તેની શરુઆત બેંક ઓફ બરોડાએ કરી દીધી છે. આગામી મહિનાથી નક્કી લીમીટથી વધુ બેંકિંગ કરવા પર અલગ-અલગ ફી ચૂકવવી પડશે. આ સંદર્ભે બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને સેન્ટ્રલ બેંક પણ જલદી નિર્ણય લેશે. બેંક ઓફ બરોડાએ ચાલુ ખાતા, ક્રેશ ક્રેડિટ લિમિટ અને ઓવર ડ્રાફ્ટથી જમા-ઉપાડ માટે અલગ અને બચત ખાતાથી જમા-ઉપાડ માટે અલગ-અલગ ફી નક્કી કરી છે. લોન અકાઉન્ટ માટે મહિનામાં જેટલી વાર પૈસા ઉપાડશો, દરેક વખતે 150 રુપિયા આપવા પડશે. બચત ખાતામાં ત્રણ વાર પછી ચોથી વખત પૈસા જમા કરાવવા પર 40 રુપિયા ફી ચૂકવવી પડશે. સિનિયર સિટિજનોને પણ બેંકોએ કોઈ રાહત આપી નથી.

  જયારે દેશની વિવિધ બેંકોએ પોતાની નુકસાની ભરપાઈ કરવા માટે ગુપ્ત રીતે વિવિધ પ્રકારના ચાર્જ વસૂલી રહી છે, જેની ગ્રાહકોને ખબર જ નથી. જેમ કે લેઝર ફોલિયો ચાર્જ પેટે 200 રુપિયા પ્રતિ પેજ વસૂલાય છે, કોઈ પણ પ્રકારની લોન પર સીસી કે ઓડી પર ચાર્જ વસૂલવામાં આવે છે. ચેકબૂક ચાર્જ માટે પ્રતિ લીફ 3 થી પાંચ રુપિયા વસૂલાયા છે. કોઈ પણ કારણે ચેક પરત થાય તો 225 રુપિયા વસૂલાય છે.

ચાલુ ખાતા, ક્રેશ ક્રેડિટ અને ઓવર ડ્રાફ્ટ માટે કેટલી ફી ?

(1) એક દિવસમાં એક લાખ રુપિયા જમા કરવા કોઈ ફી નહીં
(2) એક લાખથી વધુ જમા કરવા પર એક હજાર રુપિયાએ એક રુપિયો ચાર્જ(ઓછામાં ઓછા 50 રુપિયા અને વધુમાં વધુ 20000 રુપિયા ચાર્જ)
(3) એક મહિનામાં ત્રણ વાર પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં
(4) ચૌથી વાર પછી દરેક વખતે પૈસા ઉપાડવા પર 150રુપિયા ફી

બચત ખાતાના ગ્રાહકો માટે કેટલો ચાર્જ હશે ?

1.ત્રણ વાર પૈસા જમા કરવા સુધી કોઈ ચાર્જ નહીં
2. ચૌથી વાર પછી દરેક વખતે જમા કરવા પર 40 રુપિયા ચાર્જ
3. મહિનામાં ત્રણ વાર પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં
4. ચૌથી વાર પછી દરેક વખતે પૈસા ઉપાડવા પર 100 રુપિયા ચાર્જ
5. સિનિયર સિટિજનો માટે કોઈ છૂટ નહીં, તેમણે પણ ચાર્જ ચૂકવવો પડશે.
6. જનધન ખાતાના ગ્રાહકોએ જમા કરવા પર કોઈ ચાર્જ નહીં પરંતુ ઉપાડવા પર 100 રુપિયા ચૂકવવા પડશે.