રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ યોજનારી વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં રોજ રોજ નવા નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. અર્જુન મોઢવાડિયા અને સી.આર. પાટીલના વાકયુદ્ધ બાદ હવે મામલો મુખ્યમંત્રી રૂપાણીએ સંભાળી લીધો છે. આજે કપરાડામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ ચૌધરીના પ્રચારમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસને આડે હાથે લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમાવ્યું હતું કે ‘કૉંગ્રેસનું નેતૃત્વ ખલાસ થઈ ગયું છે. કોંગ્રેસ ચૂંટણી બાદ પણ તૂટવાની છે.

    વધુમાં સી.એમ. રૂપાણી બોલ્યા, “આ બેઠકો પર પેટાચૂંટણી શા માટે આવી એ વિચારવા જેવું છે. કૉંગ્રેસમાં પરિવારવાદ ચાલે છે, કૉંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. કપરાડાને અમે ઘણું આપીશું. ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે. આ પેટા ચૂંટણી કૉંગ્રેસના ધારાસભ્યોના લીધે આવી છે.

     આ સભામાં ભાજપના મંત્રી રમણ પાટકરના નિવેદનના કારણે હોબાળો મચી ગયો છે. પાટકરે કહ્યું કે ‘જીતુભાઈ પહેલાં કૉંગ્રેસમાં હતા ત્યારે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવામાં મુસીબત થતી હતી. તેઓ વચનો પૂર્ણ નહોતા કરી શકતા કારણ કે પૂરતું ફંડ મળી શકતું નહોતું. તેઓ આકારણો સર ભાજપમાં જોડાયા છે. રમણભાઈ પાટકરે કહ્યું કે, જીતુભાઈને અમે રૂપિયા ઓછા આપતા હતા કારણ કે અમારે સંગઠનમાં પણ રૂપિયા આપવાના હોય. એટલે જીતુભાઈને રૂપિયા મળતા નહોતા. પરંતુ હવે તેઓ ભાજપમાં આવી ગયા છે. એટલે સંગઠન પણ તેમની સાથે છે વિકાસના કામો માટે હવે તેઓ ભાજપની સાથે છે અને ભાજપ તેમની સાથે છે.

by બિપીન રાઉત