વલસાડ જીલ્લાની 181 કપરાડા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શ્રી બાબુભાઈ વરઠા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા નાનાપોંઢા જીલ્લા પંચાયત પાનસ ગામે ઓટલા સભાનું  આયોજન કરવામાં આવ્યું હતું.

     વર્તમાન સમયમાં ખાલી પડેલી વલસાડની કપરાડા પેટા વિધાનસભા ચૂંટણીની પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ઓટલા સભાઓની શરૂવાત કરી દેવામાં આવી છે આજની પાનસ ગ્રામ પંચાયતમાં યોજાયેલી સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

       કપરાડા વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ પક્ષના મોટા નેતાઓ  ચુંટણી પ્રચાર પ્રસારનું કાર્ય કરવા કમર કસી લીધી છે પોતાના પક્ષને જીત આપાવવા શ્રી ડૉ ડોક્ટર તુષાર ચૌધરી, 181 કપરાડા વિધાનસભાના પ્રભારી અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી માનનીય કિશોરભાઈ પટેલ, પૂર્વ સાંસદ વલસાડ ડાંગ કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા વિરોધ પક્ષના નેતા બાબન ભાઈ રાઉત તાલુકા પ્રમુખ સોમાભાઈ બાતરી વગેરે મેદાનમાં ઉતર્યા છે.

    વલસાડની આ કપરાડા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનું એક હત્તું શાસન રહ્યું છે પણ હવે ઉમેદવારી નોંધાવનાર બાબુભાઈ વરઠા આ પરંપરાને જાળવી રાખવામાં સફળ રહશે કે ઉણા ઉતરશે એ તો આવનારા સમયમાં જનતાનો નિર્ણય જ નક્કી કરશે.

BY બિપીન રાઉત