ગુજરાત રાજયના શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ કચેરી રાજપીપળા, નર્મદા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે નિવૃત સારસ્વતશ્રીનું સન્માન કાર્યક્રમમાં કોરોના મહામારીના વિકટ સમયે જરૂરતમંદની સહાય માટે રક્તદાન શિબિર-૨૦૨૦નું બી.આર.સી. ભવન ડેડીયાપાડા ખાતે  આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમનું ઉદઘાટન માનનીયશ્રી મનસુખભાઇ વસાવા સાહેબ હાજર ન રહતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. તેમનું સ્વાગત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ચાર્લેશભાઈ દ્વારા કરવામાં આવ્યું. આ સિવાય રાજપીપળા ડાયટના પ્રાધ્યાપકશ્રીનું સ્વાગત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રીશ્રી જયેશભાઈ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું પ્રાસંગિક પ્રવચન ચાર્લેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમને આગળ વધારતા નિવૃત સારસ્વતશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં 11 જેટલા નિવૃત શિક્ષકો  સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં (૧) ભાંગડીબેન ટી. વસાવા- કુમાર પ્રા.શાળા, ડેડિયાપાડા, (૨) રમેશચંદ્ર સી. વસાવા- પ્રા.શાળા ખટામ, (૩) ભાયલાલભાઇ એન. રોહિત- પ્રા.શાળા કંઝાલ, (૪) ઇશ્વરભાઈ એમ. પટેલ- પ્રા.શાળા ગજરગોટા, (૫) સમુયેલભાઈ સી. ભગત- પ્રા.શાળા સકવા ફળી, (૬) ગોવિંદભાઇ બી. વસાવા- પ્રા.શાળા પોમલાપાડા, (૭) ફૂલસિંગભાઈ સી. વસાવા- પ્રા.શાળા કુનબાર, (૮) મહેન્દ્રભાઇ બી. ગજ્જર- પ્રા.શાળા ડાબકા, (૯) દિનેશભાઇ ડી. પટેલ- પ્રા.શાળા શીશા, (૧૦) લક્ષ્મીબેન સી. વસાવા- પ્રા.શાળા કેવડી, (૧૧) કલ્પનાબેન સી. પટેલ- પ્રા.શાળા કુકરદાને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું

    નિવૃત શિક્ષકોએ શિક્ષણક્ષેત્રના વાતાવરણમાં સમન્વય સાંધી દીર્ઘકાળ સેવા આપી, વણથંભી આગળ ની કૂચ ધપાવી, વિદ્યાર્થીઓમાં શિક્ષણ, સંસ્કાર સિંચન દ્વારા શુભનિષ્ઠા જગાવી કેડી કંડારવાનું કાર્ય કર્યું છે, જે આપણા ધ્યાન બહાર નથી. વહીવટ અને શિક્ષણનો અમૂલ્ય સમન્વય સાંધી અર્થપ્રધાન વાતાવરણ વચ્ચે પણ અક્ષુણ પ્રતિબધ્ધતાને વળગી રહી સાંગોપાંગ શિક્ષણનો સેવાકાળ પૂર્ણ કર્યો છે તે બદલ નિવૃત થતાં તમામ શિક્ષકોને અભિનંદનને પાત્ર છે.

    આ રક્તદાન શિબિરમાં ડેડીયાપાડા તાલુકાનાં તમામ શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને 58 યુનિટ જેટલું બ્લડ એકત્રિત થયું હતું. રક્તદાન કરવા પહેલા ચા નાસ્તો અને રક્તદાન કર્યા પછી જમવાનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું   ખરેખર આ કાર્યક્રમમાં “જીવતા જીવ રક્તદાન, મૃત્યુ સમયે નેત્રદાન“ સુત્રને ચરિતાર્થ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો અને એના અનુરૂપ જે આયોજન થયું એ ખરેખર સરાહનીય છે.