નવી દિલ્હી: ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગરીબી રેખા નક્કી કરવા માટેની પરિભાષા બદલવાનું નક્કી કર્યું છે. ગરીબ કોને ગણવા તે તેની આવક નહીં પણ તે કઈ રીતનું જીવન જીવી રહ્યા છે તેના આધારે નક્કી થશે. મંત્રાલયના એક વર્કિંગ પેપર પ્રમાણે આવનારા સમયમાં ગરીબી રેખા કમાણીના આધાર પર નહી પરંતુ તમારી રહેણી-કહેણીની રીતથી નક્કી કરી શકાશે.
શિક્ષણ, રહેણાંક, સ્વચ્છતાની ગુણવત્તા, જાગૃત્તિ, પાણી જેવી સુવિધાઓને જીવન સ્તર સાથે જોડી દેવામાં આવશે. જેમાં ગરીબી લોકો એટલે એ નહીં કે તે માત્ર ભૂખમરાનો સામનો કરી રહ્યાં હોય. ગરીબી એટલે ભૂખમરો નહીં પણ વિકસીત આર્થવ્યવસ્થા ગણી લેવામાં આવી છે. પણ તેની સાથે બીજા અનેક માપદંડો જોડી શકાય છે. હાલ ગરીબીનો મોપદંડ જીવન જરૂરિયાતની વસ્તુઓ, આહાર, રહેઠાણ, પોષાક, વગેરે પાયાની જરૂરીયાતોને લક્ષમાં રાખીને નક્કી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીના સંશોધન મુજબ, કોરોનાથી ભારતમાં 10.4 કરોડ નવા ગરીબોનો જન્મ થશે. હાલ લગભગ 81.2 કરોડ લોકો ભારતમાં ગરીબી રેખાની નીચે જીવે છે
દેશમાં ગરીબી રેખા નક્કી કરવાની શરૂઆત 1962થી કરવામાં આવી હતી. તેની શરૂઆત આયોજન પંચે કરી હતી. જ્યારે શરૂઆત કરવામાં આવી તો 20 રૂપિયાથી માસિક વપરાશને ગરીબી રેખા માનવામાં આવી. ધીરે-ધીરે આ દરને વધારવામાં આવ્યો. 1979માં તેને વધારીને 49 રૂપિયા કરી દેવામાં આવ્યો. જ્યારે શહેરો માટે આ રકમ 56 રૂપિયા રાખવામાં આવી. જેનો અર્થ કે જો તમે શહેરમાં છો અને તમારા ઉપભોગની ક્ષમતા 56 સુધી છે તો તમે ગરીબ છો. જ્યારે ગામડાંમાં 49 રૂપિયા સુધી ઉપભોગને ગરીબ માનવામાં આવ્યા.
દેશના ગ્રામીણ મંત્રાલય તરફથી જે પેપર જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે ગરીબીમાં ઘટાડો અને ભારતમાં સામાજીક આર્થિક સંકેતોમાં સુધારાને ઘણી અસમાનતાઓમાં વહેંચવામાં આવ્યું છે. જેના કારણે વર્ષો બાદ પણ ગરીબ રેખનું સાચી રીતે આકલન થઈ શક્યું નથી. તેથી તેના સ્કેલને બદલવો જોઈએ.
જ્યારે ગરીબી રેખાને લઈને ઘણાં વર્ષોથી વિવાદ પણ થઈ ચુક્યો છે. ગ્રામિણ મંત્રાલયે જે પેપર તૈયાર કર્યું છે તે પ્રમાણે ભારતને સમયાનુસાર નિમ્નથી મધ્યમ આવકવાળા વર્ગ માટે એક નવી વાસ્તવિકતામાં ઢાળવાની જરૂર થશે. જેમાં ગરીબીનો અર્થ ભુખ નહી પરંતુ એક વિકસતી અર્થવ્યવસ્થા દ્વારા અવસરોનો લાભ નહી ઉઠાવી શકવાનો છે. સરકારના આ નિર્ણયનો પ્રતિભાવ શું હવે એ આવનારો સમય જ બતાવશે