ગીચ વસ્તીવાળા શહેરોના લોકો મહામારીના દિવસોમાં એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે. આવા શહેરોમાં જીવ બચાવવા લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. અલબત્ત કેટલાક લોકો એવા પણ છે કે જેઓ કોરોનાથી બચવા માટેના નિયમો પાળવા ગંભીર નથી. પણ આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં માત્ર બે લોકો વસતા હોવા છતાં નિયમોનું પાલન થાય છે.

       ઇટલીના એક નાના એવા પ્રાંત હેમલેટમાં નોરટેસ્કે નામનું ગામ છે. જ્યાં માત્ર બે લોકો વસવાટ કરે છે. જેમના નામ જીઓવાન્ની કેરિલી (ઉંમર 8૨) અને જિઆપિઅરો નોબિલી (ઉમર 74) છે. માત્ર બે લોકો રહેતા હોવા છત્તા તેઓ કોરોના મહામારી રોકવા માટે ઘડાયેલા નિયમોનું કડક પાલન કરે છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે ઉપરાંત એકલા હોય ત્યારે પણ માસ્ક પહેરે છે.