મહારાષ્ટ્રમાં ૨૦૧૭માં ખેડૂતો માટે લોન માફી સહિત વિવિધ ખેતી વિષયક સુધારાઓ કર્યા બાદ પણ દેશમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંધાઇ છે. તાજેતરમાં NCRB એ બહાર પાડેલ આંકડાઓ અનુસાર વર્ષ ૧૦૧૯માં ૩૯૨૭ ખેડૂતોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતુ. જેમા ૨૬૮૦ ખેડૂતો સાથે ખેતરમાં કામ કરતા ૧૨૪૦ મજૂરોનો પણ સમાવેશ થતો હતો. જયારે ૧૯૯૨ ખેડૂતોની આત્મહત્યા સાથે કર્ણાટક બીજા ક્રમે, ૧૦૨૯ આત્મહત્યા સાથે આંધ્રપ્રદેશ ત્રીજા ક્રમે આવ્યું હતું.

      મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા પર-નજર કરીએ તો વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૯માં વાર્ષિક ૩૫૦૦થી વધુ ખેડૂતોની આત્મહત્યા નોંધાતી આવી છે. જયારે ૨૦૧૬માં ૩૬૬૧ અને ૨૦૧૪માં ૪૦૦૦ અને ૨૦૧૫માં ૪૨૯૧ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી. જયારે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ના આંકડાઓ  NCRB પાસે ઉપલબ્ધ નથી.

     ખેડૂતોની આત્મહત્યા પાછળનુ મુખ્ય કારણ નાંણાકીય તંગી હોવાનું કહેવાય છે. જયારે ખેડૂતે પાક પાછળ લગાવેલા નાણ કરતા પણ ઓછા નાણા તેને વેચ્યા પછી મળે ત્યારે તેનુ સમીકરણ બગડી જાય છે. અને તે દેવાના ડુંગર તળે દબાઇ જાય છે. ત્યારબાદ ઘણા ખેડૂતો શાહૂકાર પાસેથી નાણા વ્યાજે લે છે. અને દેવાના કળણમાં વધુને વધુ ખૂંપી અંતે આત્મહત્યાનો માર્ગ સ્વીકારે છે.

     આ વિષે કૃષિ ક્ષેત્રના એક નિષ્ણાંત અનુસાર ખેડૂતોને તેના પાક માટે નક્કી કરેલ ટેકાનો ભાવ આપવો એ લોન  આપવા કરતા વધુ કારગર ઉપાય છે. જયારે તાજેતરમાં મોદી સરકારે પાસ કરેલ નવા કાયદા મુજબ વિવિધ કંપનીને લાગતા પાકની ગુણવત્તા અને પ્રમાણ પહેલેથી જ નક્કી કરી રાખવામાં આવશે જેથી ખેડૂતોને તેના પાકની નુકસાની ભોગવવી નહી પડે. આ કાયદા હેઠળ ખેડૂતને પાકની ખાતરી પૂર્વકની આવક મળશે તેમ છતા ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

    મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે આ કાયદાના અમલીકરણ પર રોક લગાડી છે. તેથી હવે ભાજપના સાંસદ, વિધાનસભા સભ્યો વગેરેએ મહારાષ્ટ્રના ગામોમાં ફરી ખેડૂતોમાં આ કાયદા વિશે જાગૃતિ લાવવાનુ શરુ કર્યુ છે.હવે આ બાબતે અગામી સમય જ કોઈ નિર્ણય લેશે.