ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે, પણ સત્તાવાર જાહેરાત બાકી હોવાનું જાણવા મળ્યું છે.

     કોંગ્રેસે અબડાસા બેઠક પર શાંતિલાલ સેંઘાણી, કરજણ બેઠક પર જગદીશ પટેલ, લિંબડી બેઠક પર જયરામ મેણીયા, મોરબી બેઠક માટે જેન્તીલાલ પટેલ, ગઢડા બેઠક પર મોહનભાઇ સોલંકી, ધારી બેઠક માટે સુરેશ કોટડીયા, કપરાડા બેઠક પર હરીશભાઈ પટેલ, ડાંગ બેઠક માટે ચંદરભાઈ ગામીતનું નામ નક્કી કર્યુ છે. પરંતુ જ્યારે સત્તાવાર જાહેરાત થશે ત્યારે જ કઈ બેઠક પર કોને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે તે સ્પષ્ટ થશે.

     ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. કોણ કોને મત આપશે એનો નિર્ણય જનતા કરશે.