થોડા સમય પહેલા થયેલી નોટબંધી જીએસટી અને હાલના કોરોનાના કહેરને પગલે બેરોજગારી અને આર્થિક સક્રમણમાં ઘેરાયેલાં મજબૂર લોકો આપ-ઘાતના માર્ગે આગળ વધી રહ્યા છે. ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસને #NationalUnemploymentDay ટ્રેન્ડ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ થઇ ગયો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર બેરોજગારી દિવસ પણ ટ્રેન્ડ થઇ રહ્યો છે. ભાજપ મોદીના જન્મદિવસને 14 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે એવો પ્રશ્ન થાય કે હકીકત શું છે? શું સાચે જ બેરોજગારીના દર વધી રહ્યા છે? શું ખરેખર સરકારના વર્તમાન પરિસ્થિતિમાં રોજગારી સંદર્ભના પગલાંથી લોકો નાખુશ છે?
સરકારથી યુવાનો નાખુશ છે તેના કદાચ આ કારણો હોઈ શકે જેમાં, કોવિડ-19 નો ડર હતો તો પણ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રસ પરીક્ષાઓ- JEE મેઈન્સ અને JEE એડવાન્સ, NEET સાથે ફાઈનલ યરની પણ પરીક્ષાઓ આપવી પડી. આ સંબંધિત સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જે કહ્યું, તેનાથી પણ સરકારથી યુવાનો નાખુશ છે, નોકરી ગુમાવનારમાં 35% લોકો 20-25 વય જૂથના, 20થી 25 વર્ષ વય જૂથના કર્મચારી કુલ વર્કફોર્સના 9% છે. બીજા ત્રિમાસિક ગાળામાં જે લોકોએ કોવિડ-19ને કારણે નોકરી ગુમાવી તેમાં તેમનો શેર સૌથી વધારે 35% હતો. આર્થિક સંકટ દરમિયાન વધારે નુક્સાન ઓછા અનુભવ વાળા લોકોને થાય છે. કોસ્ટ કટિંગમાં કંપનીઓ હંમેશા ઓછા અનુભવ ધરાવતા લોકોને ઓછા કરે છે. 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોની નોકરી જવાનું કારણ પણ હોય શકે.