વર્તમાન સમયમાં સુરત ‘મનપા’ ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષોમાં ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. મતદારોને રીઝવવા માટે નવા નવા કાર્યક્રમો યોજવાનું આયોજન થઇ રહ્યું છે ,ત્યારે ખેડૂતોના પાયાના પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે ૧૮ સપ્ટેમ્બરથી “ચલો ગાંવ કી ઓર” અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે.

       ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી એ જણાવ્યું હતું કે ગુજરાત ની અંદર પાછલા ૨૦ વર્ષના શાસનમાં ખેડૂતો, મજૂરો, શ્રમિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ હોય કે મહિલાઓ કોઈનો ઉદ્ધાર થયો નથી. કોંગ્રેસ પણ પાછલા ઈલેકશનમાં મુકેલ વિશ્વાસમાં જરાય ખરી ઉતરી નથી. ૨૦ વર્ષથી થાકેલા તમામ વર્ગના લોકો અકળાયા છે. લોકોની રહી સહી આશા કોંગ્રેસના એમ.એલ.એ ને ભાજપમાં જતા જોઈ ખતમ  થઇ ગઈ છે, અને તેઓ ગુજરાતના બદલાવને ઝંખે છે. પરિણામે ગ્રામ્ય અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આ અભિયાન શરુ કરવાનો નિર્ણય ‘આપે’ કર્યો છે.

        વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૧૮ મી સપ્ટેમ્બરથી આમ આદમી પાર્ટી દ્વારા “ચલો ગાંવ કી ઓર” અભિયાન શરુ કરવામાં આવી રહ્યું છે. ‘આપ’ના નિર્ણયને લોકો કેટલો આવકાર આપશે તે જોવું રહ્યું.