ઇતિહાસના પાના પલટાવીએ ત્યારે ખબર પડે છે કે ૧૯૧૮-૧૯માં સ્પેનીશ ફ્લૂના તરત પછી ઘણા સ્વાસ્થ્ય કર્મીઓએ પશુઓ દ્વારા ઉત્પન થતી બીમારીઓ વિષે વાત કરતા હતા આ વાતો આપણા ઘરોના ડ્રોઇગરૂમમાં ખુબ ચર્ચાય હતી કોને ખબર હતી કે આવનારા દશકા પછી વૈજ્ઞાનિક મહામારીની ભવિષ્ય વાણી કરશે અને કોવીડ ૧૯ એમાની એક હશે.

     વર્તમાનમાં અમે કેટલાક દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાતો સાંભળી રહ્યા છે પ્રદેશના ગામડાઓ ખરેખર જીવંત થઇ ગયા છે એવું લાગે છે. કેમ કે લાખો પ્રવાસી મજુરો લોકડાઉનના કારણે અને આર્થિક ગતિવિધિના ધીમા પડવાથી ગામડામાં આવી ગયા છે અમે એ જાણવાની કોશિશ કરી કે તેઓ ગામડાના કયા મુદ્દા પર વાત કરે છે ?  અમને જણાયું કે વધારે પ્રમાણમાં લોકો જીવનપલાયન પર વાત કરતા હોય છે. તેમની વચ્ચે ચર્ચાનો મોટો મુદ્દો એક એ છે કે મજુરી માટે તેઓ શહેરો તરફ પાછા ફરે કે નહિ ? અને જો પાછા નહિ જાય તો તેઓ શું કરશે ?

     દક્ષિણ ગુજરાતમાં અસંગઠિત મજુરો વાળા જિલ્લાઓમાં આહવા, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી રાજ્યમાં અને દેશભરમાં મજૂરી કામ કરતા હોય છે. સ્થાનિક ક્ષેત્રમાંથી એવી વાતો વધારે વાતો સામે આવી રહી છે કે એમાંથી મોટા ભાગના લોકો ખેતી કરવા લાગ્યા છે આ ઉપરાંત એવી પણ વાતો ચાલુ છે કે ખેડૂત પરિવારો અનિશ્ચિત સમય માટે પાછા ફરેલા ઘરના સભ્યો માટે ખેતીની ગતિવિધિઓ વધારી રહ્યા છે. કેમ કે કામ કરવા માટે તેમના પાસે ઝાંઝા હાથ ઉપલબ્ધ થયા છે. આ વાતો અત્યાર પુરતી ખેતી ક્ષેત્ર જોઈએ તો હળવાસ આપે છે. પણ છેલ્લા એક દશકથી આપણે એ તથ્ય સાથે જીવી રહ્યા છે કે ખેડૂતો ખેતીના વ્યવસાયને છોડી રહ્યા છે. છેલ્લી જનગણના અને કૃષિ યુનિ.ના આહેવાલ પ્રમાણે જોઈએ તો પ્રતિ દિવસ ગુજરાતમાં ૫ વ્યક્તિઓ ખેતીથી પોતાનું મોં ફેરવી રહ્યા હતા.

     યુનિ.ના આંકડાઓએ વાત સ્પષ્ટ કરે છે કે ખેતીથી જોડાયેલા લોકોનો જોડાણ સ્થાયી છે. પરંતુ આ સંકેત જરૂર આપે છે કે કેટલાક કારણો થી લોકોએ ખેતીનો મોંભો વધાર્યો છે. બની શકે કે સારા વરસાદના કારણે શક્ય બન્યું હોય, એ પણ સંભવ છે કે ખેતી માટે મજૂરોની ઉપલબ્ધતાને જોઇને આ મોંભો વધ્યો હોય.

     ખેડૂતો સાથે વાતચીત દરમિયાન આ વાત પણ બહાર આવી છે કે ઘણા લોકો એમ કહશે કે ખાલી આ ખતરાથી બચવા માટે આ પ્રવૃત્તિ હોય શકે છે, પણ એ તથ્ય છે કે ખેડૂત પરિવારના જે લોકો વધારે આવક માટે જે બહાર ગયા હતા એ પાછા આવી ગયા છે. ખેતીમાં વધારે પ્રમાણમાં મજુરો કામ લાગી રહ્યા છે. પરંતુ શું આના કારણે ફરી પાછી ખેતી સાથે લોકોની જોડાવાનું પ્રમાણ વધશે ખરું ? આ વધારે હદ સુધી વધારે સંસાધનોના ખેતીમાં ઉપયોગમાં કરવાના પરિણામ પર નિર્ભર રહશે, એનો અર્થ એ છે કે એમને સારું મહેતણું મળશે તો એ એની સાથે સંકળાયેલા રહશે.

      એમ કહી શકાય કે આ એક અવસર છે ખાસ કરીને એવા સમયમાં જ્યારે આર્થિક અવસરો અને રાષ્ટ્રીય આવકમાં  યોગદાનના કારણે ભારતને કૃષિ પ્રધાન નહિ માનવામાં આવતું. આ અવસરની સાથે બેસુમાર મુશ્કેલીઓ પણ છે અને જાણી-અજાણી છે. આ જ મુશ્કેલીઓ કૃષિને પાંગળી બનાવી રાખી છે. એમાં પ્રમુખ છે- કૃષિને આર્થિક રૂપથી લાભકારી કેવી રીતે બનાવવું ? ઉત્પાદન હવે ખેડૂતો માટે સમસ્યા નથી હવે તેવો આપણને વર્ષના અંતમાં બમણું ઉત્પાદન આપતા હોય છે. સમસ્યા છે એમના માટે યોગ્ય મુલ્ય સુનિશ્ચિત કરવું. મુકત બજારના વિચારએ એમાં ઘણું હેલ્પફૂલ થયું છે.

     આ વિચારનું એકમાત્ર સમાધાન એ છે કે ખેડૂતોના વ્યાપારની બેહતર સ્થિતિઓ બનાવીને બજાર સુધી એની પોંહચ બનાવી આપવી જોઈએ. એના માટે સરકારે ખેડૂતો માટે મધ્યસ્થ રહીને કામ કરવું પડશે. એનો અર્થ એ થયો કે સરકારે પાકની ખરીદી,  પાકનું ઉચિત મુલ્ય, બજારની વ્યવસ્થા કરવાની રહશે. અત્યાર સુધી આ દિશમાં થયેલું કામ મદદગાર સાબિત થયું નથી ખેડૂતોને ફરીથી ખેતી સાથે જોડવા માટે ૭૦ ટકા ગ્રામીણ પરિવારોને બેહતર જીવન આપવાનો પ્રયાસ કરવો પડશે, સરકારના પેહલા પગથીયા આ જ દિશામાં હોવા જોઈએ. ખેડૂતોને આ સમયે સરકારના સાથની સૌથી વધારે જરૂર છે. આ વાતને એક પ્રદેશ, એક રાજ્યના સંદર્ભમાં નહિ પણ દેશના બધા ભાગો સાથે વર્તમાન સમયમાં લાગુ પાડી શકાય. હવે નિર્ણય સરકારે કરવાનો છે ખેડૂતોને સાથ આપવો કે નિરાધાર છોડવા છે.