આજે ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રાભાઈ કનૈયાલાલ દેસાઈનો નિર્વાણ દિવસ છે તેઓ દક્ષિણ ગુજરાતના સુરત જીલ્લામાં જન્મ્યા હતા. ગુજરાતમાં ૧૨ માર્ચ ૧૯૩૦ની સાલમાં તેઓની ૧૫ વર્ષની નાની ઉંમરે તેમણે દાંડી યાત્રામાં ભાગ લીધો અને આ યાત્રા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના કાર્ય વિષે દરેક ગુજરાતીએ જાણવું જરૂરી છે, કેમ કે તેઓના સમય દરમિયાન રાજ્યમાં ખુબ સારી કામગીર થઈ હતી અને તેઓ સર્વની સાથે ચાલનાર વ્યક્તિ હતાં. તેનો કોઈએ વિરોધ કર્યો નહતો. તેઓના રાજકીય કાળમાં અનેક સારા નિર્ણયો લેવામાં આવ્યા હતાં.
મુખ્યમંત્રી દેસાઈનું રાજનીતિક જીવન
શ્રી હિતેન્દ્રાભાઈ દેસાઈના રાજનીતિક જીવનમાં એમને કરેલા કર્યો જોઈએ તો તેઓએ ૧૫ નવેમ્બર ૧૯૫૯ના રોજ દેવસ્થાન ઇનામ નાબુદ ધારો ઘડયો, પછાત વર્ગના વિધાથીર્ઓ માટે ફી માફી, શિષ્યવૃત્તિઓ, મફત છાત્રાલયની વ્યવસ્થા થતા મફત કન્યા કેળવણીની વ્યવસ્થા ગુજરાતમાં કરી હતી. વલસાડ જીલ્લાની ઘાસિયા જમીનનો ઉકેલ પણ લાવ્યા હતા, અમદાવાદમાં શહીદ સ્મારકનો પ્રશ્ન ઉકેલાયો, તેમના સમયમાં ૨૩ ડીસેમ્બર ૧૯૬૯માં ગાંધીજી યાદમાં ગુજરાતનું હાલું પાટનગર ગાંધીનગર બનાવ્યું, ગુજરાતની વિધાનસભા સિવલ હોસ્પીટલથી ખસેડી સેક્ટર ૧૭ની સેન્ટ્રલ લાઈબ્રેરી ખાતે બનાવામાં આવી હતી, વડોદરા ખાતે કોઇલી રીફનારી અને ધુવારણ વીજ મથકની સ્થાપના થઇ. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા અને “સિન્ડીકેટ” જે મોરારજી દેસાઈના નેતૃત્વમાં કામ કરતા હતાં. જયારે ઈન્ડીકેટ એ ઇન્દિરા ગાંધી કોંગ્રસ કહેવાયા. આ સમયે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળતા હિતેન્દ્રભાઈ દેસાઈ સરકારની રોકવામાં નિષ્ફળ જતાં. સન. ૧૯૭૧માં રાજીનાનું આપવું પડયું.
આ ઉપરાંત તઓએ અસહકાર ચળવળ અને હિન્દ છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. મુંબઈ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે કામગીરી કરી હતી. ૧૨ સપ્ટેમ્બર ૧૯૯૩ સાલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા અને ગુજરાતની ધરતી પરથી ચીર વિધાય થઇ ગયા. તેમણે લીધેલા નિર્ણય આજે પણ લોકો યાદ કરી પ્રસંશા કરતા હોય છે.