નવી દિલ્લી : ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ છેલ્લા ચાર મહિનાથી ચાલે છે. જેમાં બંને દેશોના સૈનિકો શહીદ થયા છે. ૧૫ જુનના રોજ પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ભારતના એક કમાંડર ઓફીસર સાથે ૨૦ જવાનો શહીદ થયા હતાં સાથે જ ચીનના ૪૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતાં.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ઘણી વાર વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC)નું સીમા ઉલ્લંઘન કરી ચૂક્યું છે. ચીન વારંવાર આવી મૂરખામી ભર્યા પ્રયાસો કરી રહી છે. અને હવે તો હદ થઈ. તેણે એલ. ઓ. સી પર ફાઈરિંગ કર્યું. ખુફિયા માહિતી અનુસાર ચીને ભારતના અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉતરાખંડના કેટલાક સ્થળો પર આવીને સીમા સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ચીને માત્ર પૂર્વીય લદાખની સીમાઓ જ નહિ પણ પોતાના સૈનિકોને આ રાજ્યોની સીમાની અંદર ૪૦ થી ૫૦ કિલોમીટર સુધી મોકલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC) નું ઉલ્લંઘન કર્યું હતું. પરતું ભારતીય સેનાએ તેઓને ત્યાંથી ભગાવી દીધા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ ભારતની લગભગ ૩૫૦૦ કિમી લાંબી સીમા રેખા પર ચીની આર્મીની અનેક સૈનિક ગતિવિધિઓ ચાલી રહી છે. જે ચીનની રણનીતિનો એક ભાગ છે. ચીન હમેશા આવી રણનીતિઓ કરતુ રહે છે. ભારતીય સૈનિકો આવી રણનીતિ અને જમીની પરસ્થિતિઓ સાથે લડવા માટે તૈયાર છે.
ભારત-ચીન સીમા વિવાદને લઈને રક્ષામંત્રી સાથે બેઠકો મળી હતી.જેમાં ગત શુક્રવારના રોજ મળેલી બેઠકમાં બંને દેશના સુરક્ષા મંત્રી વચ્ચે બેઠકમાં વાત થઇ કે ભારત પોતાની સીમાને લઈને ખુજ ગંભીર છે. તે આ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે. બીજી બાજુ ચીન એવું કહે છે કે ચીન પોતાની જમીનનો એક ઇંચ પણ ભાગ કોઈને આપવા તૈયાર નથી. આજ મુદ્દાને લઈને ભારત-ચીનના વિદેશમંત્રી વચ્ચે આ અઠવાડિયાના અંતમાં એક બેઠક થશે જેમાં સીમા વિવાદનો અગામી નિર્ણય લેવાશે એવા અહેવાલ સુત્રો પાસે જાણવા મળે છે.