વર્તમાન સમયમાં ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. આપણે આપણી આસપાસ નજર કરીએ છીએ ત્યારે આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.

     હાલમાં તમામ ભૌતિક ચીજ વસ્તુઓની સગવડ હોય. ટી.વી., ફ્રિજ, એ.સી, મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, વોશિંગ-મશીન વગેરે જેવાં ભૌતિક સુખ સગવડનાં સાધનો આજે આદિવાસીઓની જરૂરિયાત બનતા જઈ રહ્યા છે. નવીનતમ ટેક્નોલોજીએ આદિવાસીને પોતાના ઉપર એટલો તો નિર્ભર બનાવી દીધો છે કે, તે તેને પ્રાપ્ત કરવા માટે સતત ભાગતો જ ફરી રહ્યો છે. એનું સુખ, શાન્તિ, સંતોષ બધું જ જાણે કે છીનવાઈ ગયું છે.

     આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે. ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરની માહિતી આદિવાસી સમાજ મેળવતો થયો છે. વર્તમાન સમયમાં જયારે ટેકનિકલ શિક્ષણને વધારે મહત્વનું માનવામાં આવે છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં લાઇબ્રેરીને સોફટવેરની મદદથી કોમ્પ્યુટરાઇઝડ બનાવવામાં આવી રહી છે જેથી શિક્ષણમાં કોમ્પ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ, પ્રોજેકટર જેવી વસ્તુઓના ઉપયોગ કરી શકાય. તથા ઉચ્ચ શિક્ષણમાં જ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેવું નથી, પ્રાથમિક શિક્ષણ પણ કોમ્પ્યુટર દ્વારા આપવાની શરૂઆત થઈ ગઈ છે.

       આજે વેપાર-ઉધોગ અને ધંધાની વાત કરીએ તો આજે ઉત્પાદનની બધી બાબતોમાં પ્રોડક્ટના ઉત્પાદનથી માંડીને માર્કેટીંગ સુધીની તમામ બાબતોમાં આજે ટેકનોલોજીના મશીનોનો ઉપયોગ આદિવાસી લોકો કરવા લાગ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિષયક બાબતોમાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. મોટી-મોટી હોસ્પિટલો આધુનિક યંત્રો અને મશીનોથી ઘેરાયેલી પડી છે. વર્તમાન સમયની જીવનશૈલીએ આદિવાસીને અનેક પ્રકારના નવા રોગોની ભેટ આપી છે. જેને દૂર કરવા રોજે-રોજ નવી-નવી દવાઓ, ઇન્જેકશનો વગેરેની શોધો આદિવાસી હવે તેની ઉપર નિર્ભર બની ગયા છે.

     આદિવાસી વિસ્તારોના આદિવાસી નેતાઓ પણ ચૂંટણી વખતે પ્રચાર માટે મિડિયા, ટેલિવિઝન જેવા પ્રચાર માધ્મમોનો ઉપયોગ કરવા લાગ્યા છે. ટેકનોલોજી આજે રાજનીતિના ક્ષેત્રમાં એક મોટી ભૂમિકા ભજવી રહી છે. આજે તો આદિવાસી બાળક જન્મ થયા પહેલાં પણ ટેકનોલોજી ઉપર આધારિત બન્યો હોય એમ કહેવામાં ખોટું નથી. ગર્ભધારણ કરવાથી માંડીને ગર્ભને ટકાવવા અને જન્માવવા માટે વિવિધ ટેકનોલોજીનો આદિવાસી લોકો ઉપયોગ કરવા લાગ્યા છે. આદિવાસીના સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક એમ સમાજ જીવનનાં બધાં જ પાસાંઓમાં ટેકનોલોજીનો પ્રભાવ છે એમ કહેવું ખોટું નથી.

     ભૌતિક સુખ-સગવડનાં સાધનોએ આદિવાસીને અનેક પ્રકારના શારીરિક-માનસિક રોગોનું ઘર બનાવી દીધો છે. આદિવાસીએ ટેકનોલોજીનો વિકાસ કરવાની ધુનમાં પ્રકૃતિનું નિકંદન કાઢવાનું શરુ કરી ન બેસે એ બીક છે. ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, કુદરતી આપત્તિઓનો પણ આપણે સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વર્તમાન સમયમાં નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે અને તેને પ્રાપ્ત કરવા માટે આદિવાસી યુવાનો હરીફાઇ કરી રહ્યો છે અને ક્યારેક હિંસા, ચોરી, લૂંટફાટ, છેતરપીંડી, હત્યા જેવી ગુનાખોરી તરફ વળી રહ્યો છે તે જોતાં એમ કહી શકાય કે, “ટેકનોલોજીએ આદિવાસીને પોતાનો ગુલામ બનાવી દીધો છે”  ટેકનોલોજી આપણા પર નિર્ભર હોવી જોઈએ આપણે ટેકનોલોજી પર નિર્ભર ના બની જઈએ એનો નિર્ણય અને તકેદારી દરેક આદિવાસીએ જ કરવાની છે.

BY અવિ પટેલ