આજે ૧૦ ડીસેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. આત્મહત્યા કરવું એ કેટલું ગંભીર બાબત છે. કાયદા પ્રમાણે એ ગુનો છે. INDAIN PENAL CODE (IPC) કલમ ૩૦૯ હેઠળ કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો તે ગુનો છે. તે વ્યક્તિને ૧ વર્ષની સજા થાય છે. દરેક આત્મહત્યા એ કરુણાત્મક ઘટના છે. વ્યક્તિએ પોતાની જાતને ખત્મ કરી દેવું એ કેટલી હદ સુધીની હતાશા હોય શકે ? આજે આપણે ભારતમાં થતાં આત્મહત્યાના કેટલાક આંકડાઓ દ્વારા સમજીએ, ભારતમાં દર વરસે એક લાખ લોકો આત્મહત્યા કરે છે. તેના કારણો જેમ કે આર્થિક નુકશાન, કરિયરમાં અસફળતા, કૌટુંબીક સમસ્યા, ખરાબ આદતોની લત, દારૂ, હિંસા, શોષણ, એકલતા, શારીરિક પીડાઓ વગેરે.

ભારતમાં રાજ્ય પ્રમાણે આત્મહત્યાનું પ્રમાણ (NCRB ૨૦૧૭ થી ૨૦૧૯)

     મહારાષ્ટ્ર-૧૩.૬%, તમિલનાડુ- ૯.૭%, પશ્ચિમ બંગાળ ૯.૧%, મધ્ય પ્રદેશ ૯.૦%, કર્ણાટક ૮.૧%, કેરળ૬.૧%, તેલંગણા અને ગુજરાતમાં ૫.૫% જયારે છતીસગઢ 5.5%, આંધ્રપ્રદેશ 4.6%, ઉત્તર પ્રદેશ 3.9%, ઓડીશા 3.3% અને અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ ૧૬.૧% છે. આ ટકાવારીમાં દર વર્ષે નવા-નવા રાજ્યોના નામ જોડાઈ રહ્યા છે. જે આપણા દેશ માટે સારી બાબત નથી. મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરે છે.

     કોરોનામાં અનેક લોકોની રોજગારી છીનવાતાં આત્મહત્યાના અનેક બનાવો વધી રહ્યા છે. યુવાનોમાં આ પ્રમાણ વધુ છે, ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. જે ચિંતાજનક બાબત છે. આ અંગે તાત્કાલિક ધોરણે ઉપાયો કરવામાં નહિ આવે તો ઘણાં પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની જશે.

     ૨૦૧૪માં કૌટુંબિક કારણોસર ૨૮,૬૦૨ અને ૨૩.૭૪૬ બીમાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. એક વર્ષમાં ૮૯૩૪ વિદ્યાર્થીઓ અને એક કલાકમાં એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. ભારતનું સૌથી આગળ પડતું રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ વિદ્યાર્થી ૧૨૩૦ (૧૪%) અને તમિલનાડુમાં ૯૫૫(૧૦%) બીજા ક્રમેં છે. દરરોજ ૨૮ આત્મહત્યાના કેસ આવે છે NCRB પ્રમાણે ૨૦૧૯માં ૩૮૧ વ્યક્તિઓએ જીવન ટુંકાવી દીધું હતું. ૨૦૧૮ કરતા ૨૦૧૯ માં આત્મહત્યાનો દર વધુ ઉંચો છે.

     સૌથી વધુ આત્મહત્યા ૩૩% લોકો ઝેર પીને, ૨૬% ગળે ફાસો લગાવીને અને અન્ય રીતે ૯% લોકો પોતના જીવનને ટુંકાવે છે. મહિલા કરતા પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે. ઘરેલું હિંસાના તલાક, રેપ જેવા કારણો મહિલાઓને આત્મહત્યા તરફ દોરે છે.

આત્મહત્યાનું પ્રમાણ રોકવા માટે ૨૦૦૩ નો દર્શાવેલ મોનોગ્રાફ

      સામાજિક એકલતા ઘટાડવી, સામાજિક વિખુટો અટકાવવા, માનસિક વિકારોની સારવાર, જંતુનાશક દવાઓ અને દોરડાઓના વેચાણ પર પ્રતિબંધ, મનોવૈજ્ઞાનિક પ્રેરણાત્મક કાર્યક્રમો તેમજ યોગા અને ધ્યાનને પ્રોત્સાહન આપવું જોઈએ. આજના આ આત્મહત્યા નિવારણ દિવસે વર્તમાનમાં થતી આત્મહત્યાનું પ્રમાણ અટકાવવાનો નિર્ણય કરવાનો સમય હવે આવી ગયો છે.