દક્ષિણ ગુજરાતના BTP ધારાસભ્ય છોટુ વસાવાનો CM રૂપાણીને પત્ર લખ્યો છે તેમણે આક્ષેપ કર્યો છે સ્કોલરશીપમાં ગેરરીતિના થઇ રહી છે. તેમનું કહવું છે કે આ ફરજદાર સરકારી બાબુઓના નીજા હેઠળ થઇ રહ્યું છે આદિવાસી વિસ્તારોના સ્વનિર્ભર નર્સિંગ-SI તાલીમવર્ગની સ્કોલરશીપને લઇ આક્ષેપ કર્યા છે. તાલીમ વિના જ સ્કોલરશીપ અપાતી હોવાનો પણ વસાવાએ આરોપ કર્યો છે. આ સ્કોલરશીપ આદિજાતિ વિભાગની ગુજરાત પેટર્ન હેઠળ અપાય છે જે જરૂરિયાતમંદ સુધી પોહ્ચવી જરૂરી છે. આ વિષે ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યપાલને પણ પત્ર લખ્યો છે.