કપરાડા : આજે આઝાદીના સાત દાયકાઓથી વધુ સમય વીતી ચુક્યો છે પણ આદિવાસી ગામડાઓ સુધી પુરતી સુવિધા સરકાર કે તેના દ્વારા ધડવામાં આવેલી વિવિધ આદિવાસી વિકાસ યોજનાઓ વહીવટી તંત્ર પોહચાડી શક્યું નથી. એનો પુરાવો કપરાડા તાલુકામાં બનલી વર્તમાન ઘટના પરથી જાની શકાય છે.

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના નાની પલસાણ ગામ જે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલું છે, આ ગામની અંદાજીત વસ્તી ૧૭૨૨ જેટલી છે ગામમાં રસ્તાઓ, પાણી અને વીજળી તો આવી ગયા પરંતુ ગામમાંથી પસાર થતી દમણગંગા નદી પર અવર-જવર કરવા માટે મોટો પૂલ નથી ઉનાળા શિયાળામાં તો ગામના લોકો ધંધા રોજગાર અર્થે અવર-જવર કરી શકે છે પણ ચોમાસા દરમિયાન ખરી મુશ્કેલી સર્જાય છે નદીનું વહેણ વધતા લોકો ગામમાં જ ફસાઈ જાય છે અને કોઈ પણ કાર્ય થઇ શકતું નથી ગામની મહિલાઓના જણાવ્યા અનુસાર ગામમાં કોઈ મહિલા જો ગર્ભવતી હોય અને તેને સારવાર અર્થે દવાખાનામાં ખસેડવા માટે નદીના વહેણને પાર કરવા માટે ગામના યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે.

ગામના વડીલો સાથે વાતચીત કરતા તેમણે વાત કરી કે ગામમાં કોઈ મરણની ઘટના ઘટે તે પ્રસંગે નદીને પેલે પાર આવેલી સ્મશાનમાં મરણક્રિયા કરવામાં ખુબ જ તકલીફ ગ્રામજનોને વેઠવી પડે છે. આ તકલીફ અંગે વહીવટી ખાતાને વારંવાર જાણ અને અરજી કર્યા હોવા છતા પણ તેઓ આંખો જોવા કે કાને સાંભળતા નથી.

 

નાની પલસાણ ગામે સમશાન ગૃહ દમણગંગા નદીના બીજા કિનારે આવેલું છે, જેના કારણે ગામમાં કોઈ મૃત્યુ પામે તો અંતિમ ક્રિયા માટે નદી ઓળંગીને જવું પડે છે, ચોમાસા દરમિયાન જો કે મૃત્યુ પામે તો મૃતદેહને બીજા કિનારે લઈ જવા માટે ટ્યુબ અથવા તો લાકડા પર બાંધી લઈ જવું પડે છે, થોડાક દિવસ પહેલા ગામના એક વૃદ્ધ વ્યક્તિનો મૃત્યુ થતાં મૃતદેહને દમણગંગા નદી પર ચાલું વરસાદે વહેતા પાણીમાં ઓળંગીને બીજા કિનારે લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ગામના એક જાગૃત વ્યક્તિ વાયરલ કર્યો હતો, જે વીડિયોના આધારે મીડિયાકર્મીઓએ રૂબરૂ જઇ ત્યાની વાસ્તવ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, મીડિયાકર્મીઓ પહોંચ્તા ગ્રામજનો ત્યાં મોટી સંખ્યામાં ટોળેટોળા ઉમટયા હતા અને ત્યાં ની વાસ્તવિક પરિસ્થિતિ નો તાગ મીડિયાકર્મીઓને જણાવ્યો હતો અને દમણગંગા નદી પર મોટો પુલ બને તે અંગે સરકારશ્રીને રજૂઆત અંગે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, નાની પલસાણ ગામે દમણગંગા નદી જો મોટો પુલ બનાવી આપવામાં આવે તો, ગ્રામજનોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવી શકાય, જેથી ગ્રામજનોને મોટો પુલ બનાવી આપવામાં આવે તેવી સરકારશ્રીને માંગ કરી રહ્યા છે.