કપરાડા : હાલમાં કોવિડ-19 કોરોના વાયરસે ગરીબ, તવંગર, મધ્યમ વર્ગના લોકો, સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નેતાઓને ઝપેટમાં લીધા છે ત્યારે દિવસે-દિવસે અનેક લોકો વાયરસના કારણે જીવ ગુમાવી રહ્યા છે .સ્થાનિક ક્ષેત્રમાં આજે કોરના મહામારી એ ઝડપથી પ્રસરી રહી હોવાનું જવાબદાર આરોગ્ય કર્મચારીઓ જણાવી રહ્યા છે. આવા સમયે પુરતી તકેદારી રાખવી જરૂરી બની જાય છે.
આ સકારાત્મક અભિગમને અપનાવી આજે કોરોના વાયરસ મહામારી અંતર્ગત કપરાડા તાલુકાના બારપુડા ગ્રામ પંચાયત ખાતે કોવિડ-19ના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં બારપુડા, વાવાર જેવા આસપાસના અન્ય ગામોના સરપંચશ્રીઓ, ડે.સરપંચશ્રીઓ અને આંગણવાડીની બહેનો, તેમજ કુપોષિત બાળકોનો કોવિડ-19 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત કોરોના-૧૯ મહામારી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો. સ્થાનિક વિસ્તારમાં જે કોરના-૧૯ ની ગેરસમજણ છે તે દુર થાય અને લોકસમુદાયમાં એક સકારાત્મક સંદેશ પહોચે એવા પગલાં લીધા. જે ખરેખર નિર્ણય પ્રસંશનીય છે.
BY બિપીનભાઇ રાઉત