કામરેજ: બે દિવસ આગળ કામરેજ ગામની 17 વર્ષની વિધાર્થિનીએ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાની દવા પી ને આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો હતો જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે લઇ જવા છતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની ઘટના બહાર આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કામરેજ ગામના કેનાલ રોડ પર હરિદ્વાર સોસાયટીમાં રહેતી 17 વર્ષની રિદ્ધિબેન કળસરિયાને ત્રણ દિવસથી તાવ આવતો હતો. જેને લઈને તેની સારવાર ચાલુ હતી. આ દરમિયાન અગમ્ય કારણોસર અનાજમાં નાખવાની દવા પી લેતા તુરત ઉલ્ટી કરવા લાગી હતી. ત્યારે તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવી હતી પણ ત્યાં ટુકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઇ ગયું હતું.

હાલમાં દિન પ્રતિદિન આત્મહત્યાના બનાવોની સંખ્યા વધી રહી છે ત્યારે હાલમાં માં-બાપની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. પોલીસે હાલમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.