નેત્રંગ: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાત બે બેઠકો ખુબ જ ચર્ચામાં છે ભરૂચ-નર્મદા અને વલસાડ-ડાંગ ત્યારે હાલમાં બે દિવસ પહેલા ઉજવણી કરવામાં આવેલી હોળી ધુળેટીના તહેવારમાં આદિવાસી લોકનૃત્ય ઘૈરૈયાઓએ બનાવેલું એક ગીત સોશિયલ મિડીયામાં આદિવાસી વિસ્તારોમાં ધૂમ મચાવી રહયું છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠક ખૂબ ચર્ચામાં છે આ લોકસભાની બેઠક પર બંને આદિવાસી ઉમેદવારો વચ્ચે  જંગ થવાનો છે ત્યારે દરરોજ બંને ઉમેદવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે વાકયુદ્ધ થતા રહે છે અને આવા સમયે જ હોળી ધુળેટીના તહેવારમાં આદિવાસી વિસ્તારોમાં લોકનૃત્યમાં ઘૈરૈયાઓએ બનાવેલું એક ગીત સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી ઘેરૈયો ‘મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા, તીન તીન વરહ વીતીજી યે, રોડ ન બન્યા રે મનસુખ ગાય, જબરે યાદ કરતે યે, વલા વલા આવજ રે‘ ની પંક્તિથી  જમીની વાસ્તવિકતા બહાર આણી હતી. આ વીડિયો નેત્રંગ તાલુકાનું કોલીવાડા છે. જ્યાં 3 વર્ષ પેહલા ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા. જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને વેલા વેલા આવજ રે .. ગીતથી બોલાવવામાં આવ્યો છે.