વાંસદા: દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પછી દશેરાનું પર્વ આવી રહ્યું છે ત્યારે વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ ઉત્સવની સાથે દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે..

 જુઓ જુઓ વિડીયોમાં ગતવર્ષનું રાવણદહન..

Decision News ને વાંસદાના ખાનપુર ગામના યોગેશ માહલા પરથી મળેલી જાણકારી મુજબ આ વર્ષે પણ દશેરાના દિવસે સાંજે હજારોની જનમેદની વચ્ચે ખાનપુર હનુમાન મંદિર પાસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવનાર છે. જેના માટેની પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે 45 ફુટનું રાવણનું પૂતળું બનાવાયું હતું આ વર્ષે 51 ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે.