વાંસદા: ગતરોજ વાંસદા ગામમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વલસાડ ડાંગ સાંસદ શ્રી ડૉ કે સી પટેલ સાહેબ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ સાહેબના વરદ હસ્તે રૂપિયા 1 કરોડ 35 લાખ ના ખાતમુર્હત કરવામાં આવ્યા.

આ પ્રંસગે ડાંગ-વલસાડના સાંસદ ડો.કે.સી.પટેલે જિલ્લા પંચાયત સભ્ય બાબજુભાઈ, નવસારી યુવા મોરચાના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલ તાલુકા પંચાયત સભ્ય દીપ્તિબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ, સંજય બિરારી, માનકુનીયા માજી સરપંચ રમેશ ગાયકવાડ, જીતુ પાંડવી, ડો. લોચન શાસ્ત્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિતિ જોવા મળી હતી.

લોકાર્પણમાં વાંસદા માનકુનીયા ગામના મુખ્ય પ્રાથમિક શાળાથી ખોરાફળિયા થઈ આદિમજૂથ તરફ જતો રસ્તાને લઈને નવનિયુક્ત સરપંચ અને તાલુકા પંચાયત સભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈ રૂ. 122.50 લાખના રસ્તાનું ખાતમુહૂર્ત વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે કરતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.