ધરમપુર: વાપી-શામળાજી હાઈવે પર પડેલા ખાડાના કારણે ઘણાં ગંભીર અકસ્માતો થઇ ચુક્યા છે ત્યારે બે દિવસ પહેલા ધરમપુરના માલહનપાડા કૃષ્ણા હોટેલ પાસે રસ્તા પર પડેલા ખાડામાં ટ્રકને પડતાં ચાલક દ્વારા બચાવવા જતાં આખી ટ્રક રોંગ સાઈટ થતાં આગળ ચાલતી બાઈકને ટક્કર વાગતાં બાઈક સવાર મહિલા નીચે પડી ગઈ અને તેના પર ટ્રક ચડી જતા તે ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યાની ઘટના બની હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ બપોરના સમયે ધરમપુરના કાકડકૂવા ગામના ટાંકી નિશાળ ફળિયાના 50 વર્ષીય સંકીબેન ખુશાલભાઈ ભોયા બાઈક પર માલહનપાડામાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વાપી-શામળાજી હાઈવે પર પડેલા ખાડામાં ટ્રકને પડતાં ચાલક દ્વારા બચાવવા જતાં આખી ટ્રક રોંગ સાઈટ થતાં આગળ ચાલતી બાઈકને ટક્કર વાગતાં બાઈક સવાર સંકીબેન હાઈવે પર પડી ગયા ત્યારે તેના પર ટ્રકના પેંડા ચડી જતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું હતું.

કલ્પેશ પટેલ જણાવે છે કે આ ખાડાઓના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને હવે તો મોતને પણ ભેટી રહ્યા છે પણ આ ખાવધરા વહીવટીતંત્રને કઈ ફરક જ નથી પડતો અનેક વખત લેખિત અને મૌખિક રજુવતો પણ કરી છે. આ બહેરા તંત્રના અધિકારીઓ નિષ્ઠુર બની ગયા છે. આ ઘટના વિષે મને ખબર પડી. ખુબ જ દુ:ખદ ઘટના છે બેનના પરિવારને પ્રકૃતિ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અમે આ ઘટનામાં મહિલાને ન્યાય અપાવવાની પૂરી કોશિશ કરીશું.