વાંસદા: 2 ઓક્ટોબર ગાંધી જ્યંતીના દિવસે સમગ્ર ગુજરાતની જેમ નવસારીના વાંસદા તાલુકામાં પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરી કરવામાં હતી પણ હાલ વાંસદાના રાણી ફળિયામાંથી કચરાના ઢગલા અને ગંદકીના એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ચોકાવનારા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના રાણી ફળિયામાં ત્રણ-ચાર જગ્યાએ એવા કચરાના ઢગલા અને ગંદકી ભરેલી જગ્યાઓ છે જે સ્વચ્છ ભારત મિશનના બદનામ કરવા માટે કાફી છે. સ્વચ્છતાની કામગીરીને લઈને લોકો ફોટો સેશન કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. કચરો સાફ કરવાનાં બદલે કચરાના ઢગલાં કરી ગંદકીનું સામ્રાજ્ય ઉભું કરી દેવાયું છે.

રાણી ફળિયાના જ જાગૃત યુવાનનું કહેવું છે કે  એક કદમ સ્વછતા કી ઓર, સ્વછતા હી સેવા, કચરા મુક્ત ભારત જેવા સુત્રો જે મહાત્મા ગાંધીજીના વિચારોને સાર્થક કરવા તા.1/10/2023ના રોજ રાણીફળીયા ગામે ગામના સરપંચ ગામમાં સફાઈ કરી હતી. પણ એવું લાગે છે કે ખાલી સોશ્યલ મીડિયામાં ફોટા મુકવા અને પેપરના પાને ચમકવા માટે જ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હોય એમ હું સ્પષ્ટ પણે માનું છું.