ડાંગ: આહવા તાલુકાનાં જામલાપાડા ગામના ગોવાળિયા ઉપર મંગળવારે દીપડાએ હુમહો કરતાં લોકોમાં ભયનો માહોલ સર્જયો છે. નજીકના જંગલમાંથી શિકારની શોધમાં ભટકતો દીપડાએ આવી ચડી શુકરભાઇ પર એકાએક હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ આહવા તાલુકાનાં જામલાપાડા આવળેમાળ જંગલ વિસ્તારમાં જામલાપાડા ગામનાં શુકરભાઈ બસ્તરભાઈ બાગુલ (ઉ.વ.45) ઢોર ચરાવી રહ્યા હતા. તે દરમિયાન નજીકના જંગલમાંથી શિકારની શોધમાં ભટકતો દીપડાએ આવી ચડી આ ગોવાળિયા પર એકાએક હુમલો કરતા શુકરભાઇને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતા ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સને કરતા 108નાં પાયલોટ હુસેન વણજાર અને EMT પ્રવિણાબેન તુરંત જ સ્થળ પર પહોંચી જઈ ગોવાળિયાને પ્રાથમિક સારવાર આપી આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જે બાદ આ શુકરભાઇની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલમાં રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. હાલમાં આહવા પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓએ આ અંગે પંચકેસ કરી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.