વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના નજીકથી ભીનાર ગામમાં પડતાં ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી વાંસદા પોલીસે બે કારમાંથી 5 ઠગોએ 15 લાખ રૂપિયાની બનાવટી નોટ મુદ્દે કોઈ યોગ્ય ઉત્તર ન આપી શકતા પોલીસે પાંચેય ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે પાચ ઇસમો કારમાં નકલી નોટનો જથ્થો લઈ જતાં જેથી પોલીસે ભીનાર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર ચાલકને પોલીસે અટકાવતા પુસપરશ સુરતનો પોલીસ હેડ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું હતું.અને હેડ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે પાસેથી સરકારી પિસ્તોલ પણ મળી આવી હતી પોલીસે તેની પાસેની ગાડી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની રૂ.500ના દરની ચલણી નોટના કેટલાક બંડલ મળી આવ્યા હતા. જેમાંથી કુલ ૧૫ લાખ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા ઇસમ પાસેથી મોબાઈલ ફોન અને કાર પણ કબજે કરી હતી. ઘટનાના પગલે પોલીસે તપાસ કરતા તેમણે પણ આ નોટ નકલી હોવાનુ જણાવ્યું હતું.

પોલીસ હવે આ ઘટનામાં પકડાયેલા ઇસમો અને તેની પાસેથી મળી આવેલા ફોનને આધારે નકલી નોટ ક્યાંથી આવતી હતી, કોણ આ સમગ્ર નેટવર્કને ચલાવતું હતું, અને પકડાયેલો ઇસમો કોને આ નકલી નોટનો જથ્થો આપવાનો હતો. પાંચેય આરોપીઓ સામે વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ નવસારી એસઓજી પોલીસને સોંપવામાં આવી.