દેડીયાપાડા: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં જનભાગીદારીથી શરૂ થયેલ સ્વચ્છ ભારત ઝુંબેશ આજે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. દેશભરમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અનુલક્ષીને અનેકવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આવનારી પેઢી માટે આ ઝુંબેશ પ્રેરણારૂપ સાબિત થાય તેવા ઉમદા આશય સાથે નર્મદા જિલ્લા ડેડિયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સેજલ જી.સંગાડા હેઠળ ડેડીયાપાડ પંચાયના સદસ્યોસાથે સાફ-સફાઈ કરવામાં આવી હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નગરના લોકો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા સર્વોપરીના ધ્યેયમંત્ર સાથે વિવિધ આસપાસની નમોવડવન હાટ ચોકડી જેવી જ્ગ્યાઓ ખાતે તાલુકા એકમના અધિકારીશ્રી-કર્મયોગીઓ દ્વારા શ્રમદાન સ્વછાંજલી આપવામાં આવી હતી. સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર ભાગ લઇ ‘એક તારીખ એક કલાક’ મહાશ્રમદાન હાથ ધરીને તાલુકા ના નાગરિકો માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

તાલુકા પંચાયતના અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓએ તાલુકામાં સૌ નાગરિકોને પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાઇને શ્રમદાન કરવા અને પોતાના ઘર-ઓફિસ તથા કામના સ્થળે કાયમ માટે સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.