વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં ત્રણ રસ્તા પર ડો. વિશાલ પટેલ દ્વારા આરોગ્યવર્ધક ગોળવાળી અમૃતતુલ્ય ‘ચા’ નું થયું ટી સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ લોકોના સ્વાસ્થ્ય જળવાઈ રહે એ છે.  આ આરોગ્યવર્ધક ચા વિષે ટી સ્ટોલના ઓનર શું કહે છે આવો સાંભળીએ..

 જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ અમૃતતુલ્ય ‘ચા’ ટી સ્ટોલનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ અંબાબેન દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને પીપલખેડ ગામના સરપંચ માંડવખડક ગામના સરપંચ અને અન્ય આદિવાસી આગેવાનોએ હાજરી આપી હતી. આ ટી સ્ટોલમાં વાયફાઈ ફ્રી આપવામાં આવ્યું છે જેથી અહીંથી ગોળવાળી આરોગ્યવર્ધક ચા પીતાપીતા યુવાનો પોતાનું શૈક્ષણીક કામગીરી કરી શકે અને અન્ય નેટ સંદર્ભી કામો કરી શકે. મહારાષ્ટ્રની આ પ્રખ્યાત ગોળવાળી ચા હવે પીપલખેડમાં ઉપલબ્ધ બની છે.