વલસાડ: પુસ્તક પરબ વલસાડનો આ 20મો મણકો 2 જાહેર જગ્યાએ નિયમિત રીતે યોજાયો. સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા એસ. ટી. વર્કશોપની સામેની તરફ ક્રોમા નજીક ટ્રેન્ડ્સ પાસે ફૂટપાથ પર એમ બે સ્થળે પુસ્તક પરબ રવિવારે 7:30 થી 9:30 સમય દરમ્યાન યોજાઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ડૉ. આશા ગોહિલ , હાર્દિક પટેલ , અર્ચના ચૌહાણ, હંસા પટેલ, જયંતીભાઈ મિસ્ત્રી , ડૉ . વિલ્સન મેકવાન દ્વારા આયોજિત થયો હતો. સુનિતા ઢીમર, શિલ્પા દોડીય, હની સોલંકી, રાધિકા, પ્રકાશભાઈની મદદ મળી રહી છે. આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્યા છે. આ રવિવારે 149 પુસ્તકો વાચકો લઈ ગયા. પુસ્તક પરબની મુલાકાત લગભગ 120 થી વધુ લોકોએ લીધી. અત્યારસુધીમાં સૌથી વધુ 149 પુસ્તકો આજની પરબમાંથી વાચકો વાંચવા માટે લઈ ગયા.

વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકોએ આ પુસ્તક પરબની મુલાકાત લીધી. લોકો વાંચન તરફ વધુને વધુ ઢળી રહ્યા છે એનો આનંદ છે. વાચકો તરફથી વ્યવસ્થાના ભાગરૂપે વરસાદી વાતાવરણમાં પુસ્તકો સમેટવામાં મદદ મળી રહે છે . 7.30 વાગ્યે સમયસર પુસ્તક પરબની મુલાકાતે આવી વાચકો પુસ્તક પરબ વલસાડની ટીમને આ કાર્યક્રમ નિયમિત ચલાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.