વ્યારા: ઘણા સમય થી વ્યારા વોર્ડ નંબર- ૪ ના નગરજનો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવે છે કે કેટલાક વર્ષો થી વ્યારા શહેરની આસપાસ ચડ્ડી બનીયાન ધારી ચોરો અને અન્ય વિસ્તારના અજાણ્યા ઈસમો નું આવન જાવન વધી ગયું છે. જેને લઈને વોર્ડ નંબર 4 માંથી પસાર થતો વ્યારા ભાટપુર રસ્તા તેમજ ઢોઢિયા વાડ થી ભાટપુર એમ વ્યારાની બહાર જતા 2 માર્ગો ઉપર ડાબા કાંઠા કેનાલના પુલ પાસે CCTV કેમેરાની સુરક્ષા મળે.

વ્યારા શહેરની ઘણી સોસાયટીઓમાં અને રેસિડેન્સીઓમાં ચોરો દ્વારા ફેરયા, વેપારીઓ એમ અલગ અલગ વેશમાં આવી બંધ પડેલ મકાનોની રેકી કરી ઘરના તાળા તોડ્યા છે. અને આવા બનાવો છેલ્લા 2- 3 વર્ષ દરમિયાન વધ્યા છે. જેના પરિણામે છેલ્લા કેટલાક વર્ષો થી રાત્રી દરમિયાન નગરજનોમાં અફરાતફરીનો માહોલ ઘણીવાર સર્જાય ચુક્યો છે.
સમગ્ર વ્યારા નગરમાં દાખલ થવાના તમામ માર્ગો ઉપર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ વ્યારા નગરના વોર્ડ નંબર 4 માંથી પસાર થતા ભોજપુર તરફના માર્ગ ઉપર કોઈ પણ જાતના સુરક્ષા કેમેરા લગાવવામાં આવેલ નથી. બેથેલ કોલોની, પંચવટી સોસાયટી, શારોન નગર, અંબા નગર, વિપુલ પાર્ક, નવું ઢોઢિયા વાળ, જાગૃતિ સોસાયટી, સરિતા નગર સોસાયટી, આર્જેવ એનકલેવ જેવી સોસાયટીમાંથી વ્યારા બહાર જતા ભાટપુર તરફના માર્ગો ઉપર કોઈ પણ જાતના કેમેરા લગાવવામાં આવેલ નથી. સાથે સાથે જે નહેર ની બાજુમાંથી રસ્તો બનાવવામાં આવ્યો એના પર પણ સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવેલ નથી. જેથી કરીને આ સોસાયટીના નગરજનો દ્વારા વારંવાર ફરિયાદ ઉઠી છે કે વ્યારાની બહાર જતા માર્ગો ઉપર ડાબા કાંઠા કેનાલ પાસે CCTV કેમેરા ની સુરક્ષા આપવામાં આવે. જેથી કરીને ચોર ડાકુઓનો ખતરો દૂર થાય અને અજાણ્યા ઈસમો રેકી કરવા આવતા રોકી શકાય. આવનારા નવરાત્રી અને દિવાળીના તહેવારમાં ચોરી લૂંટ ફાટ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગામી સાવચેતીના રૂપે આ પગલું ભરવું જરૂરી છે.

આમ વ્યારા શહેરના બહાર જતા માર્ગો ઉપર ડાબા કાંઠા નેહરના ૨ પુલો પાસે સીસીટીવી કેમેરાની સુરક્ષા નગરજનોને બને તેટલી વહેલી તકે આપવામાં આવે.