વાંસદા: આજરોજ GCERT ગાંધીનગર અને નવસારી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારીના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધાનું આયોજન વાંસદા તાલુકામાં આવેલા બી. આર. સી ભવન ખાતે રાખવામાં આવ્યું હતું.

 જુઓ વિડીયો..

આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના TPO બી આર સી હેમંતકુમાર, શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી શૈલેષભાઈ માહલા, પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ શ્રી વસતભાઈ તેમજ, પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ શ્રી ભરતભાઈ, નિવૃત શિક્ષક શ્રી ગોવિદભાઈ ગાવિત, ડી ડી ગાવિત, મોહનભાઈ ચૌધરી દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમુહ પ્રાર્થના દ્વારા કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી હતી .બી.આર.સી કો ઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પુષ્પ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલા ઉત્સવની G20 વસુધૈવ કુટુંબકમ થીમ આધારિત ચિત્ર ,બાળ કવિ, સંગીત ગાયન, વાદન સ્પર્ધાઓ અને નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાના વિશે પ્રાસગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.

તમામ ક્લસ્ટર કક્ષાના કુલ ૧૧૯ જેટલા બાળ કલાકારોએ ઉત્સાહપુર્વક્ પોતાનામાં રહેલી કલાનુ પ્રદર્શન કર્યું હતું નિર્ણાયક મિત્રો દ્વારા બાળ કલાકારોની પ્રતિભા શોધી સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાક. આપ્યા હતાં. જેમાં ચિત્ર સ્પર્ધામા પ્રથમ ક્રમે પીપલખેડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ખુશી સ્નેહલભાઈ પટેલ, બાળ કવિ સ્પર્ધામા પ્રથમ ક્રમે રિયાંશી સંજયભાઈ જાદવ શ્રી વલ્લભ આશ્રમશાળા, સંગીત ગાયન સ્પર્ધામા પ્રથમ ક્રમાંક કૃપાલીબેન શૈલેષભાઈ ચૌહાણ ચોઢા પ્રાથમિક શાળા ,સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ ક્ર્માક દિક્ષીત કેતનભાઈ તુમડા ચોઢા પ્રાથમિક શાળા, વાર્તાકથન સ્પર્ધામા પ્રારાભિક અને પ્રાથમિક એમ બન્ને વિભાગમાં રંગપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તક્ષ નીતિનભાઈ પાઠક અને માહીકુમારી વિરૂભાઈ ગાવિત એ પ્રથમ ક્રમાક ,વાર્તા નિર્માણ સ્પર્ધામા તનિષાકુમારી રાજેશભાઈ પટેલ એ પ્રથમ ક્રમાક પ્રાપ્ત કર્યો હતો. ભાગ લેનાર બાળ કલાકારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ તમામ સ્પર્ધામા પ્રથમ દ્વિતીય અને તૃતિય ક્રમાક પ્રાપ્ત કરનાર ને પ્રમાણપત્ર ,રોકડ પુરસ્કાર અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શૈક્ષણિક ગીફ્ટ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

નિર્ણાયકો દ્વારા સુધારાત્મક સૂચનો કરવામાં આવ્યા હતાં. નિવૃત શિક્ષ

ક મિત્રોની નિર્ણાયક તરીકેની ભૂમિકા વિશેષ રહી હતી. ઇનામ વિતરણ કાર્યક્રમ મા શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખ અને કોષાધ્યક્ષ ,શિક્ષક સંઘના સહમત્રી હેમતભાઈ, ખજાનચી ચંદ્રકાતભાઈ પૂર્વ પ્રમુખ ભરતભાઈ, મહિલા પ્રતિનિધિ તરુણાબેન ઉપસ્થિત રહયા હતાં. બી આર સી ભવન વાસદા ના તમામ સીઆરસી મિત્રો, સ્પે.એજ્યુકેટર મિત્રો નિર્ણાયકમિત્રો, માર્ગદર્શક શિક્ષક મિત્રોએ અને વિશેષ સંચાલક તરીકે તાડપાડા પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈએ ટીમ વર્કથી કાર્ય કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.