ધરમપુર: આજરોજ ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની વિવિધ ગામમાં થનાર ઉજવણીને લઈને ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો ધરમપુર PSI સાથે કાયદાની વ્યવસ્થા જળવાઈ એવા ઉદ્દેશ ખાસ બેઠક કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની વિવિધ ગામમાં થનાર ઉજવણીને લઈને ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો ધરમપુર PSI સાથે કાયદાની વ્યવસ્થા જળવાઈ તેના માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિમય રીતે થાય અને આદિવસી સમાજ દ્રારા પણ પોલીસ વિભાગને સહયોગ આપવાની વાત કરવામાં આવી.

 ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજ ધરમપુરના યુવાનો પોતાના ગામડાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી પછી ધરમપુર ખાતે આવવાના છે ત્યારે હાઈવે પર ભીડ થશે અને ત્યારે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ ન થાય અને શાંતિ જળવાઈ એવો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ હતો.