કપરાડા: ધોધમાર વરસી રહેલા વરસાદમાં ગુજરાતનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામથી વહેતી નદીમાં ભારે પૂર આવવાના કારણે લાસી બુધયા ભુસારા નામની એક ગરીબ દાદીમાં ઘરમાં પાણી ફરી વળ્યા હોવાની ઘટના સામે આવી છે.

મળેલી માહિતી મુજબ કપરાડાની કોલક નદી ગાડી તુર બનતા વારોલી તલાટ ગામમાં રહેતી એક વૃદ્ધ દાદીમાં ના ઘરમાં પૂર ના પાણી આવી ગયા હતા જેના કારણે ઘર વખારીનો સમાન પલળી ગયો હતો અને તેને બહાર ખુલ્લામાં કાઢી મૂકવાની નોબત આવી છે. હાલમાં દાદીમાં ને છતાં ઘરે બહાર રહેવાનો વારો આવ્યો છે એમ કહી શકાય.

Decision News અપીલ કરે છે કે સ્થાનિક સેવાભાવી મિત્રો અને સેવા ક્ષેત્રમાં જોડાયેલી સંસ્થાઓ આ નિરાધાર બનેલી દાદીમાં ના મદદ માટે જાય અને લાગણી અને હુંફ આપી એના ઘરને રહેવા લાયક બનાવી ઘરવખરીનું સમાનની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવે જેથી દાદીમાં પોતાનું જીવન ગુજરાત ચલાવી શકે. લોક સેવા એ જ ઈશ્વરની સાચી સેવા છે અને ખુદાની સાચી બંદગી..