દિલ્હીના પ્રગતિ મેદાનમાં પ્રધાનમંત્રી મોદીએ નવા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. જેનું નામકરણ ભારત મંડપમ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ૧૨૩ એકરમાં ફેલાયેલું છે, જ્યાં જી-૨૦ દેશોની બેઠક યોજાવાની છે જે આગામી સપ્ટેમ્બરમાં જી-૨૦માં વિશ્વની ટોચ કક્ષાના નેતાઓ ભારત મંડપમની ભવ્યતાના સાક્ષી બનશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના આગામી ચુંટણી જીતવાનો વિશ્વાસ રાખી અને ૨૦૨૪ પછીના ભારતની ઝાંખી કરાવી હતી. PM મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વના સૌથી ધનિક દેશોની યાદી માંથી પહેલા ત્રણ દેશોમાં સ્થાન ધરાવતો દેશ બનશે . આ ગેરેંટી મોદીએ આપી હતી અને સાથે સાથે એ પણ કહ્યું હતું કે પહેલા કાર્યકાળમાં ભારત ૧૦માં સ્થાને હતું જયારે બીજા કાર્યકાળ દમિયાન ભારતની ઈકોનોમી વિશ્વસ્તરે પાંચમાં સ્થાને આવી હતી.

ભારતમાં છેલ્લા નવ વર્ષો દમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૩૪ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. તેમજ નાણાંકીય વિકાસ અર્થે ૧૦ લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યુતીકરણ, ગ્રામીણ રોડ રસ્તા, એરપોર્ટ નિર્માણ, મેટ્રો નિર્માણ જેવા અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યો પાછલા નવ વર્ષ કરતા પણ વધુ વેગીલા કરવામાં આવશે.