કપરાડા: મેઘરાજા મન મૂકીને ગુજરાતનાં ચેરાપુંજી ગણાતા વલસાડના કપરાડમાં વરસી રહયા છે ત્યારે કપરડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી કોલક નદી પરના કોઝવેનું ધોવાણ થઈ ને હાલમાં ઉપરથી પાણી વહી રહ્યું છે જેને લઈને વિદ્યાર્થીઓ, ડેરીએ દૂધ ભરવા જતા પશુ પાલકો ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડી રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.

અંતરિયાળ વિસ્તારમાં વસતાં આદિવાસી લોકો અનેક વખત પ્રશાસનને કોલક નદી પર કોઝવે ઉપર બ્રિજ બનાવવા આપીલ કરે છે પણ કોઈ સાંભળતું નથી..! હાલમાં કપરાડા તાલુકાના આંબાજંગલ ગામ થી લવકર ગામના મુખ્ય રસ્તા પર મુરુમટી ફળિયામાંથી સાતપુરી તરફ જતાં રસ્તા પર આવેલા કોઝવેનું ધોવાણ થયેલું છે. જેને લઈને ગ્રામજનોએ અવરજવર કરવામાં હાલાકી ઊભી થઈ છે.

નાના ભૂલકાઓને પણ શાળામાંથી ઘરે આવવા માટે વાળીઓનો સહારો લેવો પડી રહ્યો છે. ગામના પશુપાલકોને પણ દૂધની ડેરીમાં દૂધ ભરવા માટે કોઝવેનો ઉપયોગ કરતા હોય છે.જેઓ પણ હાલમાં કોઝવે ઉપરથી વહેતાં  વરસાદી પાણીને લઈને પરેશાન છે. આ બાબતને લઈનેઆ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને પ્રશાસન્ન ઘણા ઉચ્ચ અધિકારીઓને રાજુવાત કરી ગ્રામજનોએ પણ કોઈ લોકોની મુશ્કેલીમાં મદદનો હાથ લંબાવવા આવ્યા નહીં..