દાહન: જાયન્ટસ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા ડોકમરડી ગવર્મેન્ટ હાઈસ્કૂલ, દાદરા નગર હવેલીમાં ડોકમરડી ગવર્મેન્ટ હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડી.એમ. પટેલ સાહેબના સહકારથી જા. પ્રમુખ ડૉ. આશા ગોહિલનું મોટીવેશનલ લેક્ચર 9 ,10 ધોરણના 121 વિદ્યાર્થીઓ માટે યોજાયું.

Decision News ને મળેલી માહિતી મુજબ ડોકમરડી ગવર્મેન્ટ હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડી.એમ. પટેલ સાહેબના સહકારથી જા. પ્રમુખ ડૉ. આશા ગોહિલનું મોટીવેશનલ લેક્ચર 9 ,10 ધોરણના 121 વિદ્યાર્થીઓ માટે યોજાયું. આ વક્તવ્યમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાને ધ્યાનમાં લઈને કરવાની તૈયારીના ભાગરૂપે ભયમુક્ત બની પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેવી રીતે આપવી એ અનેકવિધ ઉદાહરણો સાથે માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગવ્યો હતો.

આ સાથે જ ડૉ. પ્રતીક પરમાર( આદર્શ ક્લિનિક) વાપીનું વક્તવ્ય હેલ્થ અવેરનેસ તથા પરીક્ષા દરમિયાન રાખવાની આરોગ્યની વિશેષ કાળજી અંતર્ગત વિગતે વાત કરવામાં આવી. સમગ્ર શાળા પરિવાર તથા મોટાપોંઢા કૉલેજનો પૂર્વવિધાર્થી દીપક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વક્તવ્યો બાદ પ્રશ્નોત્તરી સેશનમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.