દાનહ: ગતરોજ દાદરા નગર હવેલીના સાયલી વિસ્તારમાં આવેલી AYM સિન્થેટિક કંપની નામની ગોડાઉનમાં મળસ્કેના ત્રણ વાગ્યાના સમયગાળામાં અચાનક તેજ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠાયાની ઘટના બનવાની વાત પ્રકાશમાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ દાદરા નગર હવેલીના સાયલી વિસ્તારમાં આવેલી AYM સિન્થેટિક કંપની નામની ગોડાઉનમાં મળસ્કેના ત્રણ વાગ્યાના સમયગાળામાં અચાનક તેજ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠાયાની ઘટના બનવા પામી હતી જેમાં કંપનીમા કામ કરતા કામદારો કંપનીમાંથી દોડીને બહાર આવી ગયા હોવાથી કોઈ જાનહાનીની ઘટના સદનસીબે બની ન હતી.

આગની ઘટના બનતા જ કંપની સંચાલકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા સેલવાસ, ખાનવેલ,સહિત ખાનગી કંપનીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને કારણે કંપનીનું ગોડાઉન બળીને ખાખ થઇ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવાય રહ્યું છે.