વલસાડ: ગતરોજ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિતના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા કલેકટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો ખોટો કેસ તાત્કાલિક દરમિયાનગીરી કરવા બાબતે આવેદનપત્ર આપ્યું છે.

આવેદનપત્રમાંથી Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો ખોટો કેસ તાત્કાલિક દરમિયાનગીરી કરવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વલસાડ જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્રના સ્વરૂપમાં વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિત લેખીતમાં રજુઆત કરી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાંવિત, જિલ્લા ઉપપ્રમુખ વિનોદ ભાઈ પટેલ, કોધિકભાઈ ઝાખિયા જિલ્લા પ્રમુખ લોકસભા ઈનચાર્જ પ્રમુખ કમલેશ પટેલ, વલસાડ જિલ્લા મહામંત્રી શેલેશ ત્રિપાઠી, જિલ્લા સચિવ વિનોદભાઈ પ્રજાપતિ કપરાડા તાલુકાના આપ સહ સંગઠનમંત્રી અંકિત પટેલ વગેરે તમામ હોદ્દેદારો ઉપસ્થિત રાય હતા.