નવસારી: ગતરોજ નવસારી આપ ટીમ દ્વારા આદિવાસી સમાજના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલ ખોટા કેસ બાબતે તાત્કાલિક દરમ્યાનગીરી કરવા માટે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ આવેદન કલેકટરને આપી રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં નોંધ કર્યા અનુસાર ચૈતર વસાવા નિર્દોષ છે તેને ફસાવવામાં આવી રહ્યો છે. 2024 ની લોકોસભાની ચુંટણીના સંદર્ભમાં બદનામ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે તાત્કાલિક દરમિયાનગીરી કરવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને નવસારી જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્રના સ્વરૂપમાં લેખિત રજુવાત કરવામાં આવી હતી.

હાલમાં દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચાવી રહેલી આ ઘટનાના આવેદનપત્ર આપવા પ્રસંગે નવસારી જિલ્લા AAP ના પંકજ પટેલ મહા મંત્રી, અમિત કચવે, સુરેશ પાંડે, પંકજ પટેલ મહામંત્રી, વત્સલ પટેલ, નિરવ ધોડિયા, વસીમભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.