ખેરગામ: ભારતના ઇતિહાસમાં પોતાના અદ્વિતીય યોગદાનને કારણે સમગ્ર દુનિયામાં જેમનો ડંકો વાગે છે એવા ભારત રત્ન તેમજ ભારતના પ્રથમ કાયદા મંત્રી ભીમરાવ આંબેડકર ઇસ 1956માં આજના દિવસે નિર્વાણ પામેલ એટલે આજના દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે સમર્થકો દ્વારા ઉજવવામાં આવે છે અને દાદર ચૌપાટી કે જ્યાં એમની અંતિમવિધીઓ થયેલ તે સ્થળ ચૈતન્ય ભૂમિ તરીકે ઓળખાય છે. ત્યારે ગતરોજ ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિને ખેરગામમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ભીમરાવ આંબેડકરે વિશ્વના અનેક દેશોના બંધારણોના અભ્યાસ કરીને ખુબ જ મહેનત પછી બંધારણની રચના કરી હતી અને ગરીબો,વંચિતોના હક-અધિકાર માટે તેમજ શિક્ષણ,અશપૃષ્યતા,કુરિવાજો,અન્યાય દુષણો સામે લડત ચલાવીને સામાજિક સમાનતા માટે ખુબ મહત્વનું યોગદાન આપેલ.ત્યારે એમની 66મી પુણ્યતિથિ નિમિત્તે ખેરગામમાં આદિવાસી સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઇ જય જય જય જય ભીમના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજાવી દિધું હતું.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કે બાબાસાહેબ માત્ર અનુસૂચિત જાતિઓના જ નેતા હતાં જેવી અનેક ગેરમાન્યતાઓ કેટલાક વાંકદેખ્યા લોકોએ ફેલાવેલી છે.હકીકતે બાબાસાહેબે મહિલાઓ,ગરીબો,દલિતો,વંચિતો વિશે અનેક સુધારણાઓ અને કાર્યો કર્યા છે.આજે બાબાસાહેબ માત્ર ભારત દેશના જ નહીં આખા વિશ્વની વિભૂતિ છે.એમના સત્કાર્યો વિશે આજના દેશવાસીઓ જાણે અને એમના જેવા મહાન બનવાની પ્રેરણા લે એવી અમારા તમામ ઉપસ્થિત લોકોની મહેચ્છા છે.

આ પ્રસંગે ડો. દિવ્યાંગી પટેલ, મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, ડો.કૃણાલ, ડો. નીરવ ગાયનેક, ડો.પંકજ, ઉમેશ વાડ, ઉમેશ મોગરાવાડી, મંગુભાઇ, ઈશ્વરભાઈ, યોગેશભાઈ, જીતેન્દ્ર, કાર્તિક, પથિક, અક્ષીત, પ્રિન્સ, કૃણાલ, હિરેન, વિષ્ણુ, ભાવેશ, ભાવિન, બાબુભાઇ, મુકેશભાઈ, દિવ્યેશ, પ્રિતેશ, મિતેષ, લલ્લુભાઇ, મગનભાઈ, મોતીભાઈ, શ્યામ, બ્રિજેશ, ડો.અમિત, મિલન, ભૂમિક, પ્રકાશભાઈ, શીલાબેન, નીતાબેન, અનિતાબેન, વંદના, શીતલ, અમીષા,આયુષી, પ્રિયાંશી, દિવ્યા, ટ્વિકંલ, રિતિકા, જીગર, મયુર સહિતના અનેક લોકો ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતાં.