કપરાડા: આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ આદિવાસી વિસ્તારોમાં વધતું જઈ રહ્યું છે તેમાં પણ ખાસ કરીને પ્રેમમાં.. ત્યારે આવો જ એક વધુ કિસ્સો કપરાડાના ભંડારકચ્છ ગામના ખોરી ફળીયામાં અંધારપાડા ગામના છોકરાએ છોકરીના ઘરની પાછળથી આવેલી પઝારીમાં ફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવી છે.

Decision Newsને ગામના યુવાનો પાસેથ મળેલી માહિતી પ્રમાણે પોતાનો છોકરો ઘરની આસપાસ ન દેખાતા પિતા ફળીયામાં તપાસ કરી પણ ત્યાં પણ ભાળ ન મળતા.. પિતા છોકરો જે છોકરીના પ્રેમમાં હતો ત્યાં તપાસ માટે ગયા તો ત્યાં છોકરીના ઘર આંગણામાં ઘણાં લોકો ભેગા જોવા મળતા અને છોકરાની બાઈક પણ આગણામાં જ દેખાતા પિતાએ કુહુતલ સાથે પૂછ્યું કે  મારો છોકરો ક્યાં છે, ત્યારે જવાબ મળ્યો કે તેણે ઘરની પંઝારીમાં ફાંસો ખાઈ લીધો છે. આ સંભાળીને પિતાની પગ તળીએ થી જાણે ધરતી ખસી ગઈ.. અને તેઓ પુત્ર વિરહના ખ્યાલોમાં ખોવાઈ રડી પડી હતા.

છોકરાએ આપઘાતનું કેમ કર્યો ? શું છોકરી છોકરા  વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો ? શું છોકરીના પરિવારના સભ્યો બંને સંબધથી નારાજ હતા ? છોકરાએ ગુસ્સામાં આ પાગલપન નું પગલું ભર્યું વગેરે અનેક સવાલો હાલમાં ઉભા થયા છે. અને સવાલોનું રહસ્ય હજુ અકબંધ છે. આ ઘટનાની જાણ અંધારપાડા ગામના સરપંચ ચંપકભાઈએ નાનાપોઢા પોલીસને કરી હતી. હાલમાં પોલીસે આકસ્મિક મોતની નોંધ કરીને તપાસ આગળ ધપાવી છે.

Bookmark Now (0)