ચીખલી: પ્રતિભા હોય તો પ્રતીક્ષા નહિ કરાવી પડતી.. એ જ વાક્યને સાર્થક કરતી હોય તેમ ચીખલીની એમ. આર. દેસાઈ આર્ટસ એન્ડ ઈ. ઈ. એલ.કે કોમર્સ કોલેજની એમ.કોમ.–।ની વિદ્યાર્થિની ઉર્વશી ડી. ભાનુશાલીની વીર નર્મદ દ.ગુ.યુનિ.સુરતની ક્રિકેટ બહેનોની ટીમમાં પસંદગી થવા પામી છે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની જુદી જુદી કોલેજમાંથી 42 જેટલી ક્રિકેટર બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ઉર્વશી ભાનુશાલી ઓપનર તરીકે પસંદગી કરવામાં આવી.  ઉર્વશી ભાનુશાલીને તાલીમ અને માર્ગદર્શન ચીખલી કોલેજના શા.શિ.નાં અધ્યાપક ડો.જયમલ નાયક, ચેકીન સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડેમીનાં સિનિયર કોચ સોએબ તાઇ અને શિવાંગ પટેલ દ્વારા મળ્યું છે.

આ સિદ્ધિ માટે કોલેજનાં ચીખલીની એમ. આર. દેસાઈ આર્ટસ એન્ડ ઈ. ઈ. એલ.કે કોમર્સ કોલેજના આચાર્ય ડો.ફાલ્ગુનીબેન દેસાઈ, ઉપાચાર્ય ડો.મુકેશભાઈ પટેલ તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારે તેઓને અભિનંદન આપી શુભકામના પાઠવી હતી.

Bookmark Now (0)